રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેટલાક લોકો લીંબડ જસ ખાટવા આંદોલન આંદોલન રમે છે: ધારાસભ્ય પાડલીયા

12:53 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

ધોરાજી તેમજ ઉપલેટા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તેમજ વહીવટી સ્ટાફની ઘટને લઈને હોસ્પિટલ સુપ્રિડેન્ટ તેમજ સ્થાનિક આગેવાનોની રજૂઆતને પગલે સ્થાનિક ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા દ્વારા સરકારશ્રી સમક્ષ ગંભીર રજૂઆત સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રૂૂબરૂૂમાં રજૂઆત કરી ઘટતા સ્ટાફ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી ગંભીર દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગેની સમસ્યા જણાવેલ છે સાથે જ હોસ્પિટલના સુપ્રિડેંટસાહેબની રજુઆત પણ જણાવેલ છે જે અંગે સરકારએ તુરંત કાર્યવાહી હાથ ધરેલ છે અને ધારાસભ્યશ્રી પાડલીયાની રજુઆત અને સમસ્યાને ધ્યાનમાં લઈને નવા ડોક્ટર્સની ટીમ અને વહીવટી સ્ટાફની નિમણુંક અંગે જેતે સત્તાવાર અધિકારી સાથે પરામર્સ કરી નવો સ્ટાફ મળી જશે જેથી કરી દર્દીઓને કોઈ સમસ્યા નહીં રહે. આ અંગે ધારાસભ્યશ્રી સાથે વાત કરતા જણાવેલ કે હું હર હંમેશા પ્રજાની વચ્ચે રહી લોકોને પડતી સમસ્યાને સાંભળી તેમનો તુરંત નિકાલ કરવા ગંભીર પ્રયાસો કરું છું હોસ્પિટલમાં ઘટતા સ્ટાફની જાણ મારી સમક્ષ આવતામે તુરંત ઝડપી કાર્યવાહી કરી સરકારશ્રી સમક્ષ રૂૂબરૂૂમાં ગંભીરતાપૂર્વક રજુવાત કરેલ જેના પરિણામે આપડી હોસ્પિટલમાં તુરંત નવા સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે અને દર્દીઓની સમસ્યા દૂર થશે આ અંગે કેટલાક લોકોને જાણ થતા લીંબડી જસ ખાટવા માટે આંદોલન આંદોલન જેવી રમત રમી રહ્યા છે. મારી પહેલા જેતે વખતે હોસ્પિટલમાં જે સુવિધાઓ કે સાધન સામગ્રીનો અભાવ હતો અને ગંભીર દર્દીઓને જૂનાગઢ કે રાજકોટ જવુ પડતું તે સમસ્યા મે ધ્યાનમાં લઈને હોસ્પિટલમાં ઘટતા સાધન સામગ્રી સાથે નિષ્ણાંત ડોક્ટરની નિમણૂંકો કરાવેલ છે અને હજુપણ વધુ ને વધુ ડોક્ટરોની નિમણુંક કરવા હું પ્રયત્નશીલ છું.

Advertisement

Tags :
gujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement