સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરી : કડક કાર્યવાહી
સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરી : કડક કાર્યવાહી
‘અમે માટી લીધી જ નથી’નો કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી ગ. ઇં. અ. ઈં ના કોન્ટ્રાક્ટર અને સિંચાઈ અધિકારીની મિલીભગતથી 56000 મેટ્રિક ટન માટી કાઢી લેવાના મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગ. ઇં. અ. ઈં. ના કોન્ટ્રાક્ટર કળથિયા એન્જિનિયરિંગ એન્ડ ક્ધટ્રક્શન કંપનીને રૂૂપિયા એક કરોડ 38 લાખનો દંડ ફટકાવેલ છે
જેના બચાવમાં કલથીયા ક્ધસ્ટ્રક્શન કંપનીએ ખાણ ખનીજ ને લેખિત જવાબ રજૂ કરીએ અમોએ આ માટી કાઢવાની શરૂૂઆત કરતા જ ગ્રામજનોનો વિરોધ થતાં અમોએ માટી ઉપાડી નથી તેઓ લૂલો બચાવ કરેલ છે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમારા અગાઉ આ તળાવમાંથી ગ.ઇં.અ.ઈંના અગાઉના કોન્ટ્રાક્ટર એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 80,000 મેટ્રિક ટન માટી કાઢી છે.
કે આ કોન્ટેક્ટરે સિંચાઈ વિભાગ માંથી સાચી ખોટી? મંજૂરી મેળવી અને આ મેળવેલી મંજૂરીમાં દર્શાવ્યા મુજબના મશીનરી અને વાહનોનો આ માટી કાઢવા અને લઈ જવા માટે યાંત્રિક વાહનો ના નંબર સહિતના યાંત્રિક વાહનો ની નોંધ સિંચાઈ વિભાગના પત્રમાં દર્શાવેલ છે તેના દ્વારા માટી લીધી છે તેને ખાણ ખનીજ દ્વારા આ કોન્ટ્રાક્ટર ના વાહન મશીનરી કબજે કરવામાં કેમ નથી આવ્યા? તેવા વેધક સવાલો ઉઠ્યા છે ત્યારે છેલ્લા એક વર્ષ પહેલા થયેલા આ પારદર્શક ભ્રષ્ટાચાર નો ગોળ કુલડીમાં ભાંગી જશે તેવા અનેક સવાલો લોકોમાંથી ઊઠ્યા છે.