ભેસાણના ગળથ ગામના આગેવાનની હત્યામાં બે આરોપીને ઝડપી લેતી જૂનાગઢની એસઓજી
જૂનાગઢના ભેસાણ તાલુકાના તાલુકાના ગળથ ગામે થયેલ ખુનના ગુન્હાને ડીટેકટ કરી સ્થાનિક આગેવાનનું મોત નીપજાવનાર મુખ્ય આરોપીઓને જૂનાગઢ એસ.ઓ.જી. ની ટીમે ગણતરીના કલાકોમાં દબોયી લઈ આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.જુનાગઢ ભેસાણ તાબેના ગળથ ગામે બનેલ આ બનાવમાં ફરીયાદી ચંદુભાઈ કેશુભાઈ ડોબરીયા પટેલ ઉ.વ.56 ના ભાઈ વિનુભાઈને કોઈ અજાણ્યા ઈસમે કોઈપણ કારણોસર ગળાના ભાગે તથા શરીરમાં તિક્ષણ હથિયારથી ઘા મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુન્હો કર્યા બાબત પોતાની ફરિયાદ આપેલ ગત તા.13/03/24 ના રોજ ભેસાણ તાલુકાના ગળથ ગામે બનેલ છે, જે બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના ગુના ની કલમ 302, જી.પી.એ. ક. 135 મુજબનો ગુન્હો નોંધાયેલ.
ઉપરોકત બનેલ બનાવની ગંભીરતા ધ્યાને લઇ જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવમાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા સખત સુચના આપવામાં આવેલ. જે ઉપરોક્ત ગંભીર ગુન્હો દાખલ થયેલ હોય અને આ કામના આરોપીઓ નાસતા ફરતા હોય. જેથી આરોપીઓ શોધી કાઢવા માટે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એસ.એ.સોલંકી તથા પો.સ્ટાફ તથા ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.કાતરીયા તથા સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને આરોપીઓ શોધી કાઢવાના પ્રયાસો જારી હતા. તે દરમ્યાન એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. જીતેન્દ્ર ચૌહાણ ને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળેલ કે, બન્ને આરોપીઓ પોતાની મોટરસાયકલ લઇને જેતપુર- બગસરા રોડ રફાળીયા ચોકડી ખાતેથી પસાર થનાર હોય જે હકિકત મળતા તાત્કાલીક એસ.ઓ.જી. તથા ભેસાણ પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમ જેતપુર- બગસરા રોડ રફાળીયા ચોકડી ખાતે વોચમાં હતા દરમ્યાન ગોરખ જસકુભાઇ બસીયા તથા રાજુભાઈ બાપુભાઇ બસીયા મો.સા. લઇને પસાર થતાં બન્ને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. જે ઉપરોક્ત બન્ને આરોપીઓને હસ્તગત કરી ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. જેઓ આગળની તપાસ ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. કાતરીયાનાઓ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.