પ્રભાસ પાટણમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરતાં 6 શખ્સોને ઝડપી લેતી SOG
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફથી ડીમોલેશન કરેલ જમીન ઉપર કલેકટર ગીરસોમનાથ નાઓનું પ્રવેશબંધી અંગેનુ જાહેરનામું અમલમાં હોય જે જાહેરનામાની અમલવારી અંગે પ્રતિબંધીત વિસ્તારમાં પ્રવેશ કરતા ઇસમો ઉપર સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.બી.ચૌહાણ ના માર્ગદર્શન મુજબ તા.30/09/2024 ના એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા મેરામણભાઇ શામળા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. રણજીતસિંહ ચાવડા તથા કૈલાશસિંહ બારડ એ રીતેના એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા પ્રભાસ પાટણ પો.સ્ટે. પ્રતિબંધીત વિસ્તારમાં પ્રવેશ કરતા નીચે મુજબના કુલ-06 ઇસમો વિરૂૂધ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો રજી.કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
જેઓની સામે કાર્યવાહી કરાઈ તેમાં શબ્બીરભાઇ મ.હનીફભાઇ ચૌહાણ પટણી, ઉવ.44 રહે.વેરાવળ, યુસુફભાઇ ઇસ્માઇલભાઇ પંજા પટણી, ઉવ.40, રહે.વેરાવળ, મહેમુદ ઉર્ફે મહેબુબ અબ્દુલ સતાર પંજા પટણી, ઉવ.34, રહે.વેરાવળ, ભરતભાઇ ગીગાભાઇ રાજગર, સલાટ, ઉવ.47, રહે.ગઢીયા પ્લોટ, પ્ર.પાટણ, આબીદભાઇ આમદભાઇ ગોહીલ, ઘાચી, ઉવ.38, રહે. પ્ર.પાટણ અને મહેબુબભાઇ ઇબ્રાહીમભાઇ ગોહીલ, ઘાચી, ઉવ.27, રહે.પ્ર.પાટણનો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.