For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SOG દ્વારા હથિયાર અને વિસ્ફોટકો સાથે પકડાયેલા 600 ગુનેગારોની પૂછપરછ

04:04 PM Nov 13, 2025 IST | admin
sog દ્વારા હથિયાર અને વિસ્ફોટકો સાથે પકડાયેલા 600 ગુનેગારોની પૂછપરછ

દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાના આદેશને પગલે સ્થાનિક પોલીસ એલર્ટ, વધારાનો સ્ટાફ પણ ફાળવાશે, બાતમીદારોને સક્રિય કરાશે

Advertisement

રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા દિલ્હીમાં બનેલી આંતકવાદી હુમલાની ઘટના બાદ છેલ્લા 30 વર્ષમાં ગેરકાયદેસર હથિયાર, વિસ્ફોટ સાથે,માદક પદાર્થ અને જાલીનોટ સાથે પકડાયેલ રીઢા ગુનેગારો અને ગુજસીટોક તેમજ ટાડા હેઠળ પકડાયેલ શખ્સોની યાદી તૈયાર કરી પુછપરછ કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સુચનાને પગલે રાજકોટના આવા 1300થી વધુ રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવમાં આવી છે.જેમાં ગેરકાયદેસર હથિયાર, વિસ્ફોટ સાથે પકડાયેલ 600ની પુછપરછ કરવામાં આવશે. ડીજીપી વિકાસ સહાયે નાગરિક સુરક્ષાને લઇને ગુજરાતમાં એસઓજી અને એટીએસ સહિત તમામ ફિલ્ડ યુનિટને વધુ મજબૂત કરવા વધારાના સ્ટાફની નિમણુક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દિલ્હીમાં બનેલી આંતકવાદી હુમલાની ઘટના બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ શહેર પોલીસ કમિશનરો,જિલ્લાઓના પોલીસ વડા તેમજ એસઓજી અને અટીએસ યુનિટ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આતંકવાદી ગતિવિધિઓ અનુસંધાને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તકેદારી રાખવા અંગે માર્ગદર્શન સાથે જરૂૂરી સૂચનાઓ આપી હતી.

Advertisement

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બેઠકમાં ખાસ કરીને આતંકવાદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગંભીર ગુનાઓમાં એટલે કે અન લો ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ તેમજ ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ ઉપરાંત એનડીપીએસ એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ), આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેક ઇન્ડિયન કરન્સી (નકલી ભારતીય ચલણ)અગાઉ પકડાયેલા આરોપીઓ, ગુનાહિત ઇતિહાસ ચકાસવા અને જરૂૂર જણાય તે તમામની પુછપરછ કરવા તથા આ પ્રકારના આરોપીઓ અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.

જે આદેશને પગલે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી ક્રાઈમ બ્રાંચ એસીપી બી.બી.બસીયામાં માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ વી.કે.ઝાલા સહીતના સ્ટાફે રાજકોટ શહેરના ગુનેગારોની એક યાદી તૈયાર કરી છે. જેમાં ગેરકાયદેસર હથિયાર, વિસ્ફોટ સાથે, માદક પદાર્થ અને જાલીનોટ સાથે પકડાયેલ રીઢા ગુનેગારો ઉપરાંત ગુજસીટોક તેમજ ટાડા હેઠળ પકડાયેલ શખ્સોની યાદી તૈયાર કરતા 1300 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી છે.

જેમાં ગેરકાયદેસર હથિયાર, વિસ્ફોટ સાથે અગાઉ પકડાયેલ 600 જેટલા ગુનેગારોની પુછપરછ કરવા તજવીજ શરુ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એસઓજી ઉપરાંત સ્થાનિક પોલીસને પણ પોતાના બાતમીદારોને સક્રિય રાખીને આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે સતત વોચ રાખવા માટે જરૂૂરી સૂચના આપી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં પોલીસ ભવન ખાતેથી એટીએસના એડીજીપી સાથે ડીઆઇજી, આઈબીના ડીઆઇજી રૂૂબરૂૂ હાજર રહ્યા હતા. જ્યારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ તમામ પોલીસ કમિશનર અને જિલ્લાઓના પોલીસ વડાઓ જોડાયા હતા.

છેલ્લા 30 વર્ષમાં પકડાયેલ 1386 રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ
ગેરકાયદેસર હથિયાર - 665
એનડીપીએસ એક્ટ - 553
વિસ્ફોટક સાથે પકડાયેલ- 16
નકલી ચલણી નોટ સાથે - 84
ટાડા/ ગુજસીટોક હેઠળ -34
ડિપોર્ટ કરેલ બાંગ્લાદેશી- 34

Advertisement
Tags :
Advertisement
Advertisement