સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા જેલમાં SOGનું ચેકીંગ, બે મોબાઇલ અને ચાર્જર મળ્યા
ઝાલાવાડની જેલોમાં કેદીઓને સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાની માહિતીને આધારે સુરેન્દ્રનગર એસઓજીની ટીમે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા,લીંબડી ખાતે સબ જેલમાં દરોડો પાડી સરપ્રાઈઝ ચેકિંગ કરતા દરમ્યાન પ્રતિબંધીત 2 મોબાઇલ તથા 1 મોબાઇલ ચાર્જર મળી આવ્યું હતું આ મામલે ગુન્હો નોંધ્યો હતો.
મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાની જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સુચના આપતા સુરેન્દ્રનગર જીલ્લામાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા,લીંબડી ખાતે સબ જેલમાં એસઓજીની ટીમે હાથ ધરેલ ચેકિંગ દરમિયાન એસ.ઓ.જીની ટીમે સુરેન્દ્રનગર સબ જેલ ખાતે સુરેન્દ્રનગર સબ જેલના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે સરપ્રાઇઝ બેરેક ચેક કરતા જેમા બેરેક નંબર-03 ના બાથરૂૂમમાં ઉપરના ભાગેથી બે મોબાઇલ મળી આવેલ જેની કિંમત રૂૂ,1000 તથા એક મોબાઇલ ચાર્જર મળી આવતા જે તમામ મુદામાલ મળી આવતા આ અંગે પ્રીઝન્સ એકટ- 1894 ની કલમ- 42,43,45 ની પેટા કલમ- 12 મુજબ સુરેન્દ્રનગર સીટી એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો.એસઓજીના પી.આઈ બી.એચ.શીંગરખીયા, પીએસઆઈ એન.એ.રાયમા, પીએસઆઈ આર.જે.ગોહિલ, એએસઆઈ અનિરૂૂધ્ધસિંહ મહીપતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અનિરૂૂધ્ધસિં અભેસંગભાઇ ખેર,કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સાહીલભાઇ મહંમદભાઇ સેલોત સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
