રૈયાધાર આવાસ ક્વાર્ટરમાં સોડા-બોટલના ઘા કરી મકાનના કાચ- વાહનોમાં તોડફોડ: એકને ઇજા
શહેરના રૈયાધા વિસ્તારમાં આવેલા આવાસ કવાર્ટરમાં રીક્ષા અને કારમાં ધસી આવેલા શખ્સોએ સોડા- બોટલના ઘા કરી મકાનના કાચ અને વાહનોમાં તોડફોડ કરી હતી. જેમાં એક યુવાનને ઇજા પહોંચી હતી. મિત્રની માતાને તેના ભાઇ સાથે માથાકુટ થતા તેઓ આશરો લેવા આવતા આરોપીઓએ ધસી આવી તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધા મફતીયાપરામાં રાણીમાં રૂડીમાં ચોકમાં 12 માળીયા કવાર્ટરમાં રહેતા લાલજી લાલો નગીનભાઇ ચૌહાણ (ઉ.28)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે હસમુખ બાબુભાઇ મકવાણા તેનો પુત્ર કરણ, અર્જુન ઉપરાંત નવાબ જાહીદભાઇ કાકુ, સુલેમાનભાઇ તેનો પુત્ર તોશીફ અને એક અજાણ્યો શખ્સ હોવાનું જણાવ્યું છે.ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત રાતે તેઓ ઘરે હતા ત્યારે તેનો મિત્ર દેવરાજભાઇએ ઘરે આવી મારા માતા વિજયાબેનને મારા મામા હરસુખભાઇ મકવાણા સાથે બોલાચાલી થઇ છે જેથી આજની રાત તમારા ઘરે રોકાવા દયો તેમ કહેતા તેણે આશરો આપવાની ના પાડતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં ઉપરોકત આરોપીઓ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં કાર અને રીક્ષામાં બેસી ઘરે આવ્યા હતા. અને આશરો આપ્યાની શંકાએ તેમના એપાર્ટમેન્ટ ઉપર છુટા સોડા-બોટલના ઘા કરતા મકાનની બારીઓના કાચ તુટી ગયેલા અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પડેલા વાહનોમાં નુકશાન થયું હતું. તથા પાર્કીંગમાં બેઠેલા ધવલભાઇ જાદવને ઇજા થઇ હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસે સોડા બોટલના છુટા ઘા કરી નુકશાન કરના સાત શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધી એએસઆઇ ધર્મેશભાઇ બાલાસરાએ વધુ તપાસ હાથ ધરી છે.