કળયુગે ‘સમાજ’ શક્તિ: કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક મંચ પર દેખાવાનું શરૂ
ઠાકોર સમાજનાં દિયોદરમાં મહાસ્નેહમિલનમાં ગેનીબેન-સ્વરૂપજી-અલ્પેશ ઠાકોરની સમાજમાંથી કુરિવાજો-દૂષણો દૂર કરવાની હાકલ
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું એક મહા સ્નેહમિલન દિયોદર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ગેનીબેન, સ્વરૂૂપજી અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુધારા વધારા, સામાજિક બંધારણ અને કુરિવાજો તેમજ બદીઓ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, લવ મેરેજ કરતા પણ ખતરનાક અત્યારે મૈત્રી કરાર છે. બે છોકરાઓની મા હોય, સામે છોકરો લગ્ન કરેલો હોય, ઘરે છોકરા નાના-નાના હોય, બાપ કરગરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય છતાં, છોકરા પાસે નથી રહેવું. મૈત્રી કરારનો આ સૌથી ખરાબ કાયદો છે.
અલ્પેશ ઠાકોરે મંત્રી સ્વરૂૂપજી ઠાકોર વિશે જણાવ્યું કે, આપણા સ્વરૂૂપજી ઠાકોર સાહેબને આપણે બધાએ સાહેબ કહેવાનું. આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ તો આ તો આપણો હિરો છે તેને તો સાહેબ કહેવો જ પડે ને. આ દરમિયાન અલ્પેશ ઠાકોર સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે સ્વરૂૂપજી ઠાકોરે વચ્ચે આવીને જણાવ્યું કે, હું સેવક તરીકે કામ કરવા માંગુ છું એટલે મને સાહેબ કોઈ ન કહેતા, ભાઈ કહીને જ બોલાવજો.
વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આપણા સમાજના આગેવાનો સ્વરૂૂપજી હોય કે ગેનીબેન તમામની મદદ કરો, સમાજ સેવા માટે તમામને પ્રોત્સાહન પુરૂૂ પાડે. એક સામાન્ય ઘરમાંથી આવેલી બહેન, એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન, ધારાસભ્યથી લઈ સાંસદ સુધી અને મંત્રી બન્યા છે તે કોઈ નાની વાત નથી.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમ દિયોદરના ઠાકોર બોર્ડિંગ ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને સભ્યો તેમાં જોડાયા હતા. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂૂપજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કેશાજી ચૌહાણ અને અમૃતજી ઠાકોર સહિત તાલુકા અને જિલ્લાના અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકીય નેતાઓએ હાથમાં હાથ મિલાવી સમાજ માટે એકતાના દર્શન કરાવ્યા હતા. ધારાસભ્ય કેશાજી ચૌહાણે સમાજમાં પ્રવર્તતી બદીઓને પદુશ્મનોથ ગણાવી હતી અને યુવાનોને શિક્ષણ તથા રાજકીય રીતે મજબૂત બનવા અપીલ કરી હતી.
અલ્પેશ ઠાકોર મેદાને, 26 જાન્યુઆરીએ રાત્રિ સભા
ગુજરાતના ઠાકોર સમાજના મુખ્ય આગેવાન-ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ફરીથી બનાસકાંઠાની યાદ આવી ગઈ છે. તાજેતરમાં મંત્રીમંડળ વિસ્તરણમાં સ્થાન ન મળતા તેઓએ ફરીથી સક્રિય થયા છે. પોતાની સક્રિયતા સાથેની કામગીરી દેખાડવા માટે તેઓ દિયોદરની ધરતી પરથી ‘હુંકાર’ કરશે છે. અલ્પેશ ઠાકોર પોતાના સમાજને સમાજને જગાડવા માટે 26 જાન્યુઆરીની રાત્રે 3 વાગ્યે રાત્રિ સભા યોજવાની જાહેરાત કરી છે. અલ્પેશભાઈ ઠાકોરની રાજકારણીય પ્રવાસમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો મોટો ભાગ છે, અને તેમની 2017ની ચૂંટણીમાં ઠાકોર સેનાના આંદોલનથી ભાજપને નુકસાન થયું હતું. 2022માં ભાજપમાં જોડાઈને તેઓએ ગાંધીનગરમાંથી જીત મેળવી પરંતુ મંત્રીમંડળમાં સ્થાન ન મળવાથી તેઓએ ફરીથી સમાજીય કાર્યક્રમો શરૂૂ કર્યા છે. આ સભા ઠાકોર સમાજને જગાડવા અને રાજકારણમાં તેમની ભૂમિકા વધારવા માટે છે, જે ઉત્તર ગુજરાતની 14 સીટો પર અસર કરી શકે છે.
