અનિરૂધ્ધસિંહની સજા માફી માટે સામાજિક અભિયાન
ટેકેદારો દ્વારા સંસ્થાઓ-આગેવાનોને રજૂઆતનો ડ્રાફટ મોકલાયો, લેટરપેડ ઉપર ગૃહમંત્રીને રજૂઆત કરવા અપીલ
"હાઇપ્રોફાઇલ પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં હવે કાનૂની સાથે સામાજિક લડત”
સૌરાષ્ટ્રનાં 37 વર્ષ જુના ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં આરોપી રીબડાવાળા અનિરૂધ્ધસિંહ જાડેજાની આજીવન કેદની સજા માફીનો હુકમ સુપ્રીમ કોર્ટે રદ કરી સરેન્ડર કરવા કરેલા હુકમ બાદ અનિરૂધ્ધસિંહ જાડેજા હાલ જુનાગઢ જેલમા સરેન્ડર થયા છે ત્યારે આ હાઇપ્રોફાઇલ હત્યા કેસમા હવે કાનુની દાવપેચ શરૂ થયા છે.
અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ મુકિત માટે અભિયાન શરૂ કરવામા આવ્યુ છે અને આ માટે અનિરૂધ્ધસિંહ જાડેજાના ટેકેદારો દ્વારા વિવિધ સંસ્થાઓ, મંડળો તથા આગેવાનોને રજુઆત માટેના મુદા સહિતનો તૈયાર ડ્રાફટ મોકલવામા આવ્યો છે અને તેમાં ગૃહમંત્રીને સંબોધન સાથે પોતાના લેટરપેડ ઉપર પ્રિન્ટ કાઢી પોસ્ટ તેમજ ઇમેઇલ મારફત સરકારમા મોકલી આપવા જણાવાયુ છે.
સંસ્થાઓ અને આગેવાનોને મોકલાયેલા તૈયાર ડ્રાફટમાં જણાવાયુ છે કે, અનિરૂૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની સજા માફી એ ખાસ રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ માફી છે. ગુજરાત સરકારનાં ગૃહ વિભાગનાં પરિપત્ર ક્રમાંક જલક/3390-સીએમ/16/પાર્ટ 2/4, તા.09-07-1992નો છે તેમાં જણાવ્યા મુજબ તા.18-12-1978 કે તે પછી આજીવન કેદની સજા પામેલા જે કેદીઓ તેમની 14 કોરા વર્ષની સજા રોટ ઓફ સહિત પુરી કરે અને જેલવાસ દરમ્યાન તેમની વર્તણુક સારી હોય તો જેલીનાં ઈન્સ્પેકટર જનરલનાં અપ્રિાય સહિત અહેવાલોની ચકાસણી કરી તેમને જેલ મુક્ત કરવા બાબતમાં નિર્ણય લેવો અને આવા કેદીઓની દરખાસ્ત કેદીનાં 14 કોરા વર્ષની સજા પુરી કરવાની તારીખનાં ત્રણ માસ અગાઉ સરકારમાં મળી રહે તે રીતે મોકલવા તે તમામ બાબતો સબંધે જરૂૂરી સુચનાઓ આપવામાં આવેલ છે.
આ પરિપત્રથી રાજય સરકારે સી.આર.પી.સી. કલમ-432,433 અને 428 વંચાણે લઈ જુના તા.11-05-1984 અને તા.17-08-1985નાં પરિપત્રોને વંચાણે લઈ પ્રસિધ્ધ કરેલો છે. ભારતિય બંધારણનાં આર્ટિકલ-161થી ગવર્નરશ્રીને ખાસમાફીનાં અધિકારો હોદાની રૂૂએ પ્રાપ્ત થયેલા છે. દર વર્ષે દર વર્ષે પ્રજાસતાક અને સ્વાતંત્ર્ય દિન અને ગાંધી જયંતીનાં દિવસે ખાસ માફી, રાજયમાફી આપી દેશનાં દરેક રાજયોમાં જેલમાં રહેલા આજીવન કારાવાસ અને અન્ય રાજા પામેલા કેદીઓને છોડવાની પ્રથા વર્ષોથી અમલમાં છે.
ઉપરોકત પરિપત્ર બાદ જ અનિરૂૂધ્ધસિંહ માટે વર્ષ-2014માં સજા માફી અંગે અભિપ્રાય માંગવામાં આવેલ હતા. જે મુજબ રાજકોટ ગ્રામ્ય પોલિસ અધિક્ષકનાં અભિપ્રાય માંગેલ જે અનુસંધાને ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશન અને સિટી પોલિસ સ્ટેશનનાઓએ ભોગ બનનાર, મરણ જનાર સ્વ. પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાનાં પુત્ર લલિતભાઈ સોરઠિયાનું નિવેદન લીધેલ. જે નિવેદનમાં તેમણે અનિરૂૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જેલ મુક્ત કરવામાં આવે તો કશો વાંધો ન હોવાનું પોતાના પોલિસ સમક્ષનાં નિવેદનમાં જણાવેલ છે.
અનિરૂૂધ્ધસિંહનું સજા વોરંટ જોતા તેમા આઈ.પી.સી. કલમ-302માં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. જે જીવનનાં આખરી શ્વાસ સુધી એટલે કે Till Then Last Breath એવો નથી અને તેઓને TADA એકટની કલમ-5 નીચે ફકત 3 વર્ષની સજા ફરમાવેલ છે અન્ય બીજી કોઈ ધારા નીચે કસુરવાર ઠેરવ્યા નથી. ઉકત બંને સજા એકી સાથે ભોગવવાનો હુકમ થયેલ છે. જેથી આ સજા કંકરન્ટ ગણાય છે. જેથી જેલ મુકિત માટેનાં ગુજરાત સરકારનાં ગૃહવિભાગનાં પરિપત્ર -JKL/822012/1859 જ તા. 23-01-2024 નાં એનેક્ષર-1 ની જોગવાઇઓનો બાધ અનિરૂધ્ધસિંહને લાગુ પડતો ના હોય જેથી જેલ મુકત થવા પાત્ર હતા અને છે અને રહેશે.
તા.27-01-2017ની રાજયમાફીની પાત્રતા ધરાવતા કેદીઓની યાદીમાં અનિરૂૂધ્ધસિંહને પાત્રતા નહીં ગણવામાં આવેલ તે જુનાગડ જેલ અધિક્ષકની અચોકસાઈ અને ગંભીર ભુલ જણાયેલ છે. જે બાદમાં અનિરૂૂધ્ધસિંહનાં પુત્રની અરજીને ધ્યાને રાખીને અનિરૂૂધ્ધસિંહને જેલમુકત કરવામાં આવેલ છે.
અનિરૂૂધ્ધસિંહ લાખો સમર્થકો અને બહોળો ચાહક વર્ગ ધરાવતા હોય અને સમગ્ર ભારતવર્ષમાં મેજોરીટીમાં પથરાયેલ ક્ષત્રિય સમાજ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતનાં રાજપુત સમાજની લાગણી રાજય સરકાર ધ્યાને લેશે એવી અમો સૌ આશા રાખીએ છીએ.
સ્વ.પોપટભાઇના પુત્રએ પણ વહેલી મુક્તિની તરફેણમાં નિવેદન આપ્યાનો દાવો
રજુઆતના ડ્રાફટમાં દાવો કરાયો છે કે, તા.25 01-2017 ના રોજ થયેલ પરિપત્રથી રાજયમાફીની કાર્યવાહી માટે જુનાગઢ જેલ દ્વારા અનિરૂૂધ્ધસિંહનાં કેસ સમિક્ષા માટે પાત્રતા ધરાવતા ના હોવાનું ખોટું મનસ્વિ અર્થધટન કરી વડી કચેરીનાં માર્ગદર્શન મેળવ્યા કે પરામર્ષ કર્યા વગર 4 રાજયમાફી માટે લાયક ગણેલ નથી.
જેથી અનિરૂૂધ્ધસિંહને તેનો લાભ મળેલ નથી. કારણ કે તેમનો કેસ કમિટી સમક્ષ મુકવામાં આવ્યો ના હોવાથી તેમને રાજયમાફીનો લાભ મળેલ નથી. પરંત સને-2014નાં વર્ષમાં થયેલી એડવાઈઝરી બોર્ડ (એ.બી. કમિટી)માં અનિરૂૂધ્ધસિંહનો કેસ કમીટી સમક્ષ મુકવામાં આવેલ હતો તે વખતે અનિરૂૂધ્ધસિંહ પાત્રતા ધરાવતા હોવાનું અર્થઘટન કરવામાં આવેલ હતું. તેમજ કમીટીનાં તમામ 8(આઠ) સભ્યો પૈકી સેશન્સ 44 ઈન્ચાર્જ સિવાયનાં તમામ સભ્યોએ અનિરૂૂધ્ધસિંહની વહેલી જેલ મકિત અંગે કારણો સહિતનો હકારાત્મક અભિપ્રાય આપેલ છે.
તેમજ કિંમટીમાં કેસ મુકવા માટે સબંધિત ઓથોરીટીનાં માંગવામાં આવેલ અભિપ્રાય હકારાત્મક જણાયેલ છે.વધુમાં આ અભિપ્રાયો પૈકીનાં રાજકોટ ગ્રામ્ય પોલિસ અધિક્ષકનાં અભિપ્રાય સાથે સંદર્ભિત, સબંધિત પોલિસ સ્ટેશનોનાં અધિકારી રૂૂબરૂૂનું ભોગ બનનાર સ્વ.પોપટભાઈ લાખાભાઈ સોરઠીયાનાં પુત્ર લલિતભાઈ પી. સોરઠિયાનું નિવેદન પણ અનિરૂૂધ્ધસિંહની વહેલી જેલ મકિત માટે તરફેણ કરતું હકારાત્મક નિવેદન છે.