તો અંબાજી મંદિર ગાદીનો તા.1 ડિસેમ્બરે સાધુ-સંતો કબજો કરી લેશે
વિવાદ ખતમ થાય નહીં ત્યાં સુધી સરકાર હસ્તક અંબાજી મંદિરનો વહીવટ સંભાળી લેવા મહેશગીરીની માગણી
હરિગીરીને મહંત પદેથી તાકીદે નહીં હટાવાય તો ઘર્ષણની શકયતા
જૂનાગઢના ગીરનારમાં પવિત્ર અંબાજી મંદિરની ગાદી પરત ફરવાની અસામાન્ય ઘટના વિવાદમાં ફેરવાઈ ગઈ છે. મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરીએ પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો કે ગિરનારના ભવનાથ મંદિર પર હરિગીરી મહારાજે ગેરકાયદેસર કબજો જમાવ્યો છે અને જો આ બાબતે તાકીદે પગલાં લેવામાં નહીં આવે તો 1 ડિસેમ્બરે હજારો સાધુ-સંતો સાથે ભવનાથ મંદિર પર કબજો જમાવવામાં આવશે.
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં મહંત મહેશગીરીએ ત્રણ માંગણીઓ ઉઠાવી હતી જેમાં ભવનાથ મંદિરનો વિવાદાસ્પદ હુકમ રદ કરવામાં આવે. વર્તમાન કલેક્ટરને તાત્કાલિક બદલવા જોઈએ અને જયાં સુધી વિવાદનો અંત નહીં ત્યાં સુધી અંબાજી મંદિરનો વહીવટ તાત્કાલિક તંત્રને સોંપવો જોઈએ, તેવી માંગ કરી છે.
મહેશગીરીએ આક્ષેપ કર્યો હતો કે હરિગીરી મહારાજને ભવનાથ મંદિરના મહંત તરીકે ગેરકાયદે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ માટે લાંચના સ્પષ્ટ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. મહંત મહેશગીરીએ હરિગીરી પર તત્કાલિન કલેક્ટર અને અન્ય સાધુઓ સહિત અનેક લોકોને કરોડો રૂૂપિયા ચૂકવવાનો આરોપ લગાવ્યો છે.
કલેક્ટર પર નિશાન સાધતા મહેશગીરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છતાં કલેક્ટર રચિત રાજે ચાર મહિના પહેલા હરિગીરીને મહંત તરીકે પુન: નિયુક્ત કર્યા હતા. આ પ્રક્રિયામાં મની લોન્ડરિંગ થવાની પણ શક્યતા છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો સત્ય બહાર આવશે. બહાર આવશે. મહેશગીરીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, જો કોઈ બળ ગિરનારના સાધુ-સંતો પર જુલમ કરશે તો હું ઉભો રહીશ. હું ગિરનારમાં ધર્મ અને પરંપરાને તૂટવા નહીં દઉં. મહેશગીરીએ ચેતવણી આપી હતી કે જો હરિગીરી મહારાજને 1 ડિસેમ્બર સુધીમાં ભવનાથના મહંત પદેથી દૂર કરવામાં નહીં આવે તો હજારો સાધુ-સંતો સાથે ભવનાથ મંદિરનો કબજો કરવામાં આવશે.
તનસુખગીરી બાપુના અવસાન બાદ અંબાજી મંદિરની ગાદીને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ શરૂૂ થયો છે. એક તરફ હરિગીરી મહારાજ અને તેમના સમર્થકો છે તો બીજી તરફ મહેશગીરી બાપુ આ પદ પર દાવો કરી રહ્યા છે. બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે, જેના કારણે તંત્ર અને સાધુ સમાજમાં ખળભળાટ મચી ગયો છે. મહંત મહેશગીરીએ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગિરનારમાં આવો વિવાદ ધાર્મિક પરંપરાને નુકસાન પહોંચાડશે. આ સમગ્ર વિવાદ આગામી દિવસોમાં નવા વળાંક લેશે અને સાધુ સમુદાય પર તેના મહત્વપૂર્ણ પરિણામો આવશે.