તો હું રાજુમાંથી રફીક બની જઈશ
ગોંડલ ગણેશ વિવાદમાં રાજુ સોલંકીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ફોર્મ મેળવ્યું
ગોંડલના ગણેશ જાડેજા દ્વારા સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના મામલામાં સંજય સોલંકીના પરિવાર દ્વારા ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સંજય સોલંકીના પરિવારજનોએ આ માટેનું ફોર્મ પણ કલેક્ટર કચેરી માંથી મેળવ્યું છે. અને જણાવ્યું હતું કે, ન્યાય નહીં મળે તો હું રફીક બનવા તૈયાર છું.તારીખ 30 મેના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના 10 જેટલા સાથીદારો દ્વારા સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ છે.
જૂનાગઢ. એન એસ યુ આઈ શહેર પ્રમુખ અને દલિત સમાજના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી તેને નગ્ન કરીને માર મારતો વિડીયો બનાવાયો હોવાની ફરિયાદ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને જેને પગલે ગણેશ જાડેજા સહિત 10 શખ્સોની જુનાગઢ પોલીસે ધરપકડ કરી હતી…
જો કે સંજય સોલંકીના પિતા અને દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીની માંગ છે કે ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા સામે કલમ 120 બી હેઠળ ગુનો દાખલ કરી તેમની પણ ધરપકડ કરવામાં આવે અને ગીતાબા ઝાડેજાનું રાજીનામું લેવામાં આવે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ પોતાના પરિવાર સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે.. આ માટે રાજુ સોલંકી દ્વારા કલેક્ટર કચેરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું ફોર્મ પણ લેવામાં આવ્યું છે.
મુસ્લિમ એકતા મંચનો વિરોધ
બીજી તરફ મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ દ્વારા રાજુ સોલંકીના નિવેદન ઉપર વિરોધ દર્શાવ્યો છે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા બાબતને લઈને હાલ જૂનાગઢમાં વિવાદ ઉભો થયો છે રાજુ સોલંકી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ઈમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે દરેકને પોતાના ધર્મનું માન સન્માન ગર્વ હોય જ છે મુસ્લિમ ધર્મના લોકોને પણ આ ગર્વ છે જ …. જે ઘટના બની છે તે રાજુભાઈ સોલંકી જયરાજસિંહ જાડેજા વચ્ચેની બાબત છે તેમાં ક્યાંય પણ ઇસ્લામ ધર્મ વચ્ચે આવતો નથી ત્યારે રાજુભાઈ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે તેને લઈને તેમણે ખુલાસો કરવો જોઈએ.