પોરબંદરમાં સ્નેક કેચરે કોબ્રા સાપને મુકત કરવા બરણી ખોલતા જ દંશ માર્યો
11:42 AM Nov 23, 2024 IST | Bhumika
Advertisement
પોરબંદર શહેરમાં અનેક સ્નેક કેચર રહેલ છે.પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો એક સ્નેક કેચર યુવાન સુભાસનગર વિસ્તારમાંથી કોબ્રા સાપ પકડી તેમને બરણીમાં પૂર્યો હતો અને આ સાપને મુક્ત કરવા માટે યુવાને બરણી ખોલતા જ સાપે યુવાનને હાથના ભાગે દંશ મારી દીધો હતો.આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોરબંદરના છાયા જમતખાના વિસ્તારમાં રહેતા સોલંકી કરણ વિજય(ઉ.23)નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી મજૂરીકામ સાથે સાથે સ્નેક કેચરનું કામ કરે છે.આ યુવાનને સુભાસનગર વિસ્તારમાં સાપ નીકળ્યો હોવાનો કોલ આવતા યુવાન ઘટના સ્થળે જઈ કોબ્રા સાપને બરણીમાં પૂર્યો હતો અને આ પકડેલ સાપને એસીસી વિસ્તારમાં મુક્ત કરવા માટે યુવાને બરણી ખોલતા જ સાપે યુવાનના હાથના દંશ મારી દીધો હતો.આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement