સેન્ટ્રલ બેંક વિસ્તારની ઇચ્છાણી ફળીમાં તસ્કરો ત્રાટકયા: નિંદ્રાધીન વૃધ્ધના મકાનમાંથી રૂા.8.85 લાખની ચોરી
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ કે જેઓ નિદ્રાધીન અવસ્થામાં હતા, જે દરમિયાન તેમના બાજુના રૂૂમમાં કોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને તિજોરીમાંથી રૂૂપિયા 3 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 8.85 લાખની માલમતા ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થયા હોવાથી તેની ભાળ મેળવીને મુંબઈ ભાગ્યા હોવાનું જાણવા મળતાં તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક ઈચ્છાણી ફળીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નવનીતલાલ નવલદાસ પરમાર નામના 80 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગત નવમી તારીખે રાત્રિના સમયે પોતાના રૂૂમમાં સુતા હતા, તે દરમિયાન કોઈ તસ્કરો તેમના ઘેર ત્રાટકયા હતા, અને તેના બાજુના રૂૂમમાં આવેલા કબાટની તિજોરીનો લોક ખોલી નાખી અંદરથી રૂૂપિયા 3 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ પાંચ લાખ 85 હજારની માલમત્તા ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે નવનીત લાલ પરમાર ને જાણવા મળતાં તેમણે પોતાના ભાણેજ આનંદ કિરીટભાઈને પોતાના ઘેર બોલાવી લીધા હતા, અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ભાણેજ દ્વારા ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પી.આઈ. એન.એ. ચાવડા અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને આસપાસના સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતાં ચાર વ્યક્તિઓ ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે ફૂટેજ ના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો હતો, અને કેટલાક શકમંદો બાબતે તેની પૂછપરછ કરતાં ચારેય મુંબઈ તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સિટી એ-ડિવિઝનની પોલીસ ટુકડી મુંબઈ પહોંચી છે, અને તસ્કરોને પકડી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.