રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શરૂ સેકશન રોડ પર બંધ મકાનમા તસ્કરો ત્રાટકયા, 1.80 લાખની ચોરી

11:49 AM Nov 16, 2024 IST | admin
Advertisement

પોલીસે ગણતરીના કલાકોમાં બાવરી શખ્શને ઝડપી પાડયો

Advertisement

જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર આવેલા એક બંધ ફ્લેટમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને અંદરથી રૂૂપિયા એક લાખ એંસી હજારની માલ મત્તા ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ થઈ હતી. જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને પોલીસે એક બાવરી શખ્સને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.આ ઉપરાંત ભાણવડના એક દર્દી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા, દરમિયાન તેઓનો મોબાઇલ ફોન ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર કોનીક ટાવરમાં પાંચમાં માળે રહેતા હરદેવસિંહ તખુભા જાડેજાના ફ્લેટને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધો હતો, અને અંદરથી એક લાખ સિત્તેર હજાર ની રોકડ રકમ તેમજ સોનાની બે વીટી સહિત રૂૂપિયા 1,80,000 ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા વગેરેની મદદથી તસ્કરોને પકડવા માટેની કાર્યવાહી શરૂૂ કરી હતી.

દરમિયાન પીએસઆઇ કે એન જાડેજા તથા અન્ય પોલીસ ટીમેં ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક બાવરી શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રોકડ રકમ અને સોનાની વીંટી કબજે કરી લીધી છે.
જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. ફ્લેટ એક દિવસ માટે બંધ રહ્યો હતો અને મકાન માલિક તેના ભાઈના ઘેર રોકાવા ગયા હતા પાછળથી તસ્કરે ફ્લેટ ને નિશાન બનાવી લઈ અંદરથી ચોરી કરી લીધી હતી. અન્ય થેલીમાં સોનાના બીજા દાગીના રાખવામાં આવ્યા હતા તે બચી ગયા હતા.

ભાણવડ ના વતની અજયભાઈ મનસુખભાઈ બલવા કે જેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા, અને જી.જી. હોસ્પિટલ ની દવા બારીમાં ઊભા હતા, જે દરમિયાન કોઈ તસ્કરો એ તેમનો રૂૂપિયા 15 હજારની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા ની ફરિયા સિટી બી. ડીવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જેને પણ પોલીસ શોધી રહી છે.

Tags :
gujaratgujarat newsJAMANAGARtheft
Advertisement
Next Article
Advertisement