રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એરફોર્સ કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રૂા.1.76 લાખની મત્તા ચોરાઈ

01:02 PM Mar 04, 2024 IST | admin
Advertisement

જામનગરમા એરફોર્સના કર્મીઓની સોસાયટીમાં તસ્કોરના ધામાં હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. એરફોર્સમાં નોકરી કરતા એક કર્મચારીના ઘરમાં ત્રાટકેલા આરોપીઓએ રોકડ રકમ, લેપટોપ સહિત 1.76 લાખની ચોરી કર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે..હાલ પોલીસે આરોપીને દબોચી લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ અંગે સીટી સી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલી વિગત એવી છે કે તા. 29/02/2024 તા 01/03/2024 ના સવાર ના સાડા છ વાગ્યાના સમયગાળા દરમ્યાન કમલેશ મોહનભાઇ ચતુર્વેદી (ઉ.વ.43 ધંધો- એરફોર્સમાં નોકરી રહે- એરફોર્સ સ્ટેશન, 1 બ્લોક નં.ઙ-917/6, જામનગર મુળ વતન- ગામ શેખપુર પોસ્ટ- જાફરાબાદ થાના-તા. ચિબ્રમુ જિ. કનોજ રાજ્ય ઉત્તર પ્રદેશ) ના રહેણાંક મકાનને આરોપીઓએ નિશાન બનાવ્યુ હતું. વધુમાં તેના પાડોશમાં રહેતા મકાનમાં પણ તસ્કરો ત્રાટકયા હતા. મકાનના તાળા નકુચા વડે તોડી તેમા આરોપીઓએ પ્રવેશ કર્યો હતો.

આ દરમિયાન ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ 2 લેપટોપ અને 12 હજાર રૂૂપિયાની રોકડ સહિત રૂૂપિયા 1,76,000 ની મતા ઉસેડી ગયા હતા. જે મમલો પોલીસ મથકે પહોંચતા પોલીસે કલમ-454,457 ,380 મુજબ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ પ્રકરણની સીટી સી ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ વી.બી.બરબસીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement