For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેસ એજન્સીના કર્મચારીના મકાનમાંથી ચોરી કરતો તસ્કર ઝડપાયો : ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા

04:26 PM Feb 26, 2024 IST | Bhumika
ગેસ એજન્સીના કર્મચારીના મકાનમાંથી ચોરી કરતો તસ્કર ઝડપાયો   ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા

શહેરમાં ગેસ એજન્સીમાં કર્મચારીની ઓળખ આપી મકાનમાં ઘૂસી મકાન માલીકની નજર ચૂકવી ચોરી કરતા રીઢા તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછમાં તેણે એક મહિનામાં ત્રણ સ્થળે ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તેની પાસેથી રૂા.2.63 લાખની રોકડ અને દાગીના મળી કુલ રૂા.2.71 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગૂનાના આરોપીની તપાસ દરમિયાન કમાન એન્ડ ક્ધટ્રોલ રૂમ બનાવ સ્થળ મીલપરા રોડ, કેનલ રોડ સહિતના સ્થળોએ લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી શંકાસ્પદ શખ્સની ભાડ મેળવી મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીકથી પોલીસે કેતન ડોલરભાઇ રાઠોડ (રહે.રાધામીરા પાર્ક શેરી નં.3 મોરબી રોડ)ને ઝડપી લઇ તેની પાસેથી રોકડા રૂા.2.63 લાખ ઉપરાંત ચાંદીના દાગીના અને મોબાઇલ મળી કુલ રૂા.271420 મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપી શહેરમાં અલગ-અલગ સોસાયટીમાં દિવસ દરમિયાન રહેતી કરી મકાનના તાળા તોડી ચોરી કરવાની તેમજ ગેસ એજન્સીના કર્મચારીની ઓળખ આપી ઘરમાં પ્રવેશ કરી ગેસનુ બીલ જોવા મગતો અને મકાનમાલીક બીલ શોધવા માટે જાય ત્યારે નજર ચૂકવી ઘરમાંથી હાથ ફેરો કરી લેવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપીએ કબૂલાત આપી હતી કે, તેણે એકદ મહિના પહેલા ભક્તિનગર સોસાયીટમાં એક મકાનમાંથી ગેસ એજન્સીની કમ્પલેન્ટ આવી હોવાનુ કહી મકાનમલીક પાસેથી જૂનો બીલ માંગતા તેઓ બીલ શોધવા માટે જતા આરોપીએ લેડીઝ પર્સ જેમાં રૂા.400ની રોકડ તે ચોરી કરી ગયો હતો આ ઉપરાંત 25 દિવસ પહેલા આજ મોડેસ ઓપરેન્ડીથી ભક્તિનગર સોસાયટીમાં વધુ એક ઘરમાંથી જેન્ટસ પર્સ જેમાં રૂા.1100 હોય જેની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલો ચોરીનો ભેદ પોલીસે ઉકલ્યો હતો. જેમાન કાંતા સ્ત્રી વિકાસગૃહ પાસે રહેતા અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા ધિરજભાઇ રતીલાલ પોપટાણી (ઉ.75)ના ઘરમાંથી ધોળા દિવસે આરોપીએ મકાનના તાળા તોડી રૂા.3.50 લાખની રોકડ અને સિક્કા મળી કુલ રૂપિયા 350500ની ચોરી કરી હતી. આ અંગે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement