ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બગસરા તાલુકા શાળા, બસ સ્ટેશન પાસે ગટરના ગંધાતા પાણી રોડ પર ફરી વળ્યા

11:24 AM May 13, 2025 IST | Bhumika
Advertisement

બગસરામાં છેલ્લાં પાંચ દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોની સાથે હવે વેપારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં તાલુકા શાળા પાસે તેમજ બસ સ્ટેશન પાસે ગટરના પાણી ઉભરાઈને રોડ પર આવી ગયા હોવાછતાં પાલિકા દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. બગસરામાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યુ છે ત્યારે તાલુકા શાળા પાસે છેલ્લાં પાંચ દિવસથી ગટરના ગંધાતા પાણી ઉભરાઈને રોડ પર આવી જતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ અંગે શહેરીજનોએ જણાવ્યુ હતું કે, મુખ્ય માર્ગ પર ગટરના ગંધાતા પાણી ફરી વળ્યા છે. શાસક પક્ષોને માત્ર મલાઈમાં જ રસ છે. વેપારીઓ કે રાહદારીઓની હાલાકીનો કોઈ ખ્યાલ જ નથી. વેરા વધારામાં અવ્વલ રહેનારી નગરપાલિકા સાફ-સફાઈમાં છેલ્લાં નંબરે છે. આમ, કમોસમી વરસાદ વરસતા જ મેઘરાજાએ નગરપાલિકાની પોલ ખોલી નાખતા વેપારીઓ અને રાહદારીઓમાં ગટરના ગંધાતા પાણીમાં થી પસાર થવા મજબુર બન્યા છે જયારે આ બાબતે લોકોમાં રોષ ફેલાયો છે.

Advertisement

Tags :
BAGASARABagasara newsBagasara Taluka Schoolgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement