મોરબીના વીરપરડા નજીકથી પેટ્રોલ-ડીઝલ ચોરીના કારસ્તાનમાં રૂપિયા 47 લાખના મુદ્દામાલ સાથે 9ની ધરપકડ કરતી SMC
મોરબીના વીરપરડા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી પેટ્રોલ-ડીઝલ ચોરીના કોભાંડનો પર્દાફાશ કર્યો હતો જે કોભાંડમાં પોલીસ કર્મચારીની મીલીભગત સામે આવી હતી ત્યારે એસએમસી ટીમે પોલીસકર્મી સહિતના નવ ઇસમોને ઝડપી લઈને 47 લાખથી વધુની કિમતનો મુદામાલ જપ્ત કરી મુદામાલ મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે
સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન પરમારના માર્ગદર્શન હેઠળ જખઈની ટીમે બાતમીને આધારે પીપળીયા ચાર રસ્તા માળિયા જામનગર હાઇવે પર વીરપરડા ગામ નજીક ઓમ બનના હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં હોટેલના ગ્રાઉન્ડમાં પેટ્રોલ-ડીઝલ ચોરીનું કોભાંડ ખુલ્લું પડ્યું હતું જેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પરથી ચોરાઉ ડીઝલનો 15,200 લીટર જથ્થો કીમત રૂૂ 13,98,400 ચોરાઉ પેટ્રોલનો 5200 લીટરનો જથ્થો કીમત રૂૂ 4,88,200 તેમજ ટેન્કર કીમત રૂૂ 10 લાખ, મારુતિ સ્વીફ્ટ કાર કીમત રૂૂ 4 લાખ મહિન્દ્રા થાર જીપ કીમત રૂૂ 10 લાખ, રોકડ રકમ રૂૂ 3,05,935, 10 મોબાઈલ ફોન કીમત રૂૂ 95 હજાર, પાઈપ, ડોલ અને કટર જેવા સાધનો કીમત રૂૂ 65550 સહીત કુલ રૂૂ 47,05,085 ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
રેડ દરમીયાન સ્થળ પરથી આરોપી નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી રહે રાજસ્થાન, ગોવિંદ હડમનરામજી બાવરી રહે રાજસ્થાન, સંતોક ચમનારામ બાવરી રહે રાજસ્થાન, પ્રકાશ નથુરામ બાવરી રહે રાજસ્થાન અને હીરાલાલ ધરમલાલ બાવરી રહે રાજસ્થાન (પાંચેય મેઈન આરોપીના નોકર) શક્તિસિંહ મધુભા જાડેજા રહે રાજસ્થાન ટેન્કર જીજે 02 એક્સએક્સ 1672 નો માલિક અને ડ્રાઈવર, રાજેશ ઉર્ફે રજુ દેવાભાઈ ખુંગલા રહે મોરબી તુલસી પાર્ક ટેન્કર જીજે 12 બીએક્સ 1757 નો ડ્રાઈવર, રાજેશ રામજીભાઈ મારવાણીયા રહે રાજપર તા. મોરબી સ્વીફ્ટ જીજે 36 આરબી 8607 માં ચોરીનું ડીઝલ અને પેટ્રોલ લેવા આવનાર અને ભરત પ્રભાતભાઈ મિયાત્રા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ ક્વાર્ટર મોરબી રહે કુબેરનગર અક્ષરધામ મોરબી જે મુખ્ય આરોપીનો પાર્ટનર એમ કુલ નવ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છેજયારે મુખ્ય આરોપી શ્રવણસિંહ રાજપૂત રહે રાજસ્થાન વાળો, મુખ્ય આરોપીનો પાર્ટનર ભાવેશ ઉર્ફે મુન્નો પ્રભાતભાઈ ધ્રાંગા રહે નાગડાવાસ મોરબી અને બીપીનભાઈ રહે મોરબી જે મુખ્ય આરોપીના ધંધાની દેખરેખ અને હિસાબ રાખનાર એમ ત્રણ આરોપીઓ હાજર મળી આવ્યા ના હોય જેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ કર્મચારી પાસેથી બીયરનો જથ્થો મળી આવતા અલગ ગુનો નોંધાયો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં પેટ્રોલ અને ડીઝલ ચોરી કોભાંડમાં એક પોલીસ કર્મચારી પણ ઝડપાયા હતા જે આરોપી પોલીસ કર્મચારી ભરતભાઈ મિયાત્રા પાસેથી બીયરના આઠ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 800 ની કિમતના બીયરનો જથ્થો કબજે લઈને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ દારૂૂનો જથ્થો આપનાર તપાસમાં જે ખુલે તે આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.