16 કરોડની છેતરપિંડી મામલે SMC અને CID ક્રાઇમ સામસામે
સ્ટેટ મોનિટરિંગ સેલે સીઆઇડીની ઓફિસમાં પાડેલા દરોડાથી પોલીસ વિભાગની બે એજન્સીઓ વચ્ચે ચાલતી ખેંચતાણ સામે આવી
કચ્છની કંપનીની અરજીના કામે લાંચ માંગ્યાની વાત ડીજીપી સુધી પહોંચ્યા બાદ તપાસના આદેશ છૂટયા, પીએસઆઇના સસ્પેન્સનનો પણ વિવાદ
ગાંધીનગર પોલીસ ભવનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે સીઆઇડી ક્રાઇમની કચેરીમાં દરોડો પાડયા બાદ સીઆઇડી ક્રાઇમનાં આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઇ સીસોદીયાને સસ્પેન્ડ કરાયા હોય આ મામલાને લઇને પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે. કચ્છની એક કંપની સાથે થયેલી 16 કરોડની છેતરપીંડીમાં આઇપીએસ અધિકારીની સુચના છતા અરજીમાં કાર્યવાહી કરવા બાબતે થયેલા વહીવટ અંગેેની ફરીયાદ ડીજીપી વિકાસ સહાય સુધી પહોંચ્યા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ માટે મોકલવામાં આવતા આ અંગેની તપાસ બાદ સીઆઇડી ક્રાઇમના વડાની ગેરહાજરીમાં થયેલી આ કાર્યવાહીથી પોલીસ વિભાગની બે એજન્સીઓ વચ્ચેનો ગજગ્રાહ સામે આવ્યો છે. આ પ્રકરણને લઇને આગાી દિવસોમાં બદલીઓમાં તેની અસર જોવા મળી શકે છે.
એક અભૂતપૂર્વ પગલામાં, સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ) એ CID ક્રાઈમની આર્થિક ગુના શાખા (EOW) પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરોડાને કારણે ગુજરાતના પોલીસ વિભાગમાં તણાવ ફેલાયો છે.
વરિષ્ઠ અધિકારીઓએ મિરરને જણાવ્યું હતું કે આ પહેલી વાર છે જ્યારે એક જ છત્ર હેઠળ બે ઉચ્ચ કક્ષાની તપાસ એજન્સીઓ ખુલ્લેઆમ સામસામે આવી છે. પરિણામ PSI સંતોષ સિસોદિયાનું સસ્પેન્શન છે. ટોચના રાજકીય અગ્રણીનું દબાણ એટલું હતું કે SMC એ દરોડા વહેલા પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો. સમગ્ર પ્રકરણ મામલે ટોચના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કચ્છ સ્થિત એક કંપનીના માલિકે તેના મિત્ર, એસપી રેન્કના અધિકારીનો સંપર્ક કર્યો. કંપની સાથે 16 કરોડ રૂૂપિયાની છેતરપિંડી અંગે ફરિયાદ કરી. અધિકારી, જે એડિશનલ DGP સાથે સારા સંબંધો છે, તેમણે કેસ EOW CID ક્રાઈમને સોંપ્યો. EOW એ ફરિયાદની અરજી સ્વીકારી જેમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ બીજી કંપનીને માલ વેચ્યો હતો તમામ વિગતો આપી હતી. અઠવાડીયા સુધી અરજીના કામે તપાસ બાદ પણ કોઇ નક્કર પરિણામ ન આવ્યું.
એક જુનિયર EOW અધિકારીઓએ અરજીના કામે ગુનો દાખલ કરવા માટે 25 લાખ રૂૂપિયાની માંગણી કરી આ મામલો પોલીસ અધિકારી પાસે ગયો ત્યારે પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો. ઉદ્યોગપતિએ તેના એસપી-રેન્ક મિત્રનો સંપર્ક કર્યો, જેમણે એડિશનલ DGP ને જાણ કરી. તેમણે લાંચના પૈસા પાછા અપાવ્યા અને DGP વિકાસ સહાયને જાણ કરી. SMC વિકાસ સહાય કરતા હોવાથી DIG નિર્લિપ્ત રાયને આ મામલાની તપાસના આદેશ આપ્યા. જખઈની એક ટીમ અચાનક EOW ના સહયોગ સંકુલ ઓફિસ પર આવી અને ચાર દિવસ સુધી તપાસ કરી. આ વખતે DIG પરિક્ષિતા રાઠોડ રજા પર હતા ત્યારે આ પ્રકરણ બન્યું.
SMC એ કેસની ઘણી ફાઇલો જપ્ત કરી અને ડીજીપી સહાયને આપી ત્યારબાદ ડીજીપીએ પીએસઆઇ સિસોદિયાને સસ્પેન્ડ કરતા પહેલા તેની સમીક્ષા કરી. ગયા અઠવાડિયાના અંતમાં શરૂૂ થયેલા દરોડા ગુરુવાર સુધી ચાલુ રહ્યા. DIG પરિક્ષિતા રાઠોડ બુધવારે રજા પરથી પાછા ફર્યા ત્યાં સુધી અધિકારીઓએ તેમને આ બાબતથી અજાણ રાખ્યા. માનવામાં આવે છે કે તેમણે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. થોડા સમય પછી, SMC એ દરોડા પૂર્ણ કર્યાની જાહેરાત કરી. આ ઘટનાથી વરિષ્ઠ IPS અધિકારીઓમાં બંને એજન્સીઓ વચ્ચે વધતા વિભાજન અંગે ચર્ચા શરૂૂ થઈ ગઈ છે.