For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્માર્ટ સિટી 1 મેથી ખૂલશે, મફતમાં નો એન્ટ્રી

03:29 PM Mar 12, 2024 IST | Bhumika
સ્માર્ટ સિટી 1 મેથી ખૂલશે  મફતમાં નો એન્ટ્રી
  • પ્રવેશ ફી અને રાઈડ્સના દર તેમજ સમય પત્રકની ટૂંકમાં થશે જાહેરાત

શહેરના રૈયા ખાતે તૈયાર થયેલ સ્માર્ટ સીટી અને અટલ સરોવરનું અંતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. હજુ પણ અમુક કામગીરી બાકી હોવાથી તા. 1ના રોજ શહેલાણીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. પરંતુ રેસકોર્સ-2માં રેસકોર્સ-1ની માફક મફતમાં ફરવા નહીં મળે તેમ જાણવા મળેલ છે. સ્માર્ટસીટીમાં પ્રવેશવા માટે એન્ટ્રીફી ચુકવવી પડશે તેમજ અંદર આવેલ રાઈડ્સ સહિતના મનોરંજન સાધનો માટે પણ અલગથી ફી ચુકવવાની રહેશે. જેની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે.

Advertisement

રૈયા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સ્માર્ટસીટી અને અટલ સરોવર શહેરીજનો માટે નવું નજરાણું સાબીત થશે વખતો વખત કામ પુરુ કરવાની મુદત આપ્યા બાદ અંતે ગત સપ્તાહે અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ સ્માર્ટસીટીમાં આવેલા અમુક ઈન્ટરનલ રસ્તાઓ તેમજ મનોરંજન સાધનો સહિતની કામગીરી અધુરી હોવાના કારણે હાલ યુધ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે. અને તા. 1 મેના રોજ સહેલાણીઓ માટે ખુલ્લુ મુકવાની જાહેરાત કરાવમાં આવી છે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, સ્માર્ટસીટી અટલસરોવરનું મોટાભાગનું કામ પૂર્ણ થયેલ હોય તે 1 મેથી ખુલ્લુ મુકાશે પરંતુ હજુ પણ પરચુરણ કામગીરી બાકી હોય તેમજ સ્માર્ટસીટીમાં પ્રવેશવા માટેની ફી ઉપરાંત અલગ અલગ પ્રકારની રાઈડ્સના દર તેમજ સ્માર્ટસીટી ખુલવાનો અને બંધ થવાનો સમયનું સમયપત્રક સહિતની કાગીરી બાકી હોવાથી ટુંક સમયમાં પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી પ્રવેશફી સહિતના દર નક્કી કરવામાં આવશે. સ્માર્ટસીટી ખાતે આવનાર દરેક મુલાકાતીઓએ સ્માર્ટસીટીમાં જવા માટે પ્રથમ પ્રવેશ ફી ચુકવવાની રહેશે ત્યાર બાદ અટલ સરોવરમાં બોટીંગ તથા ફેરવીલ જુલો તથા બેબી ટ્રેન સહિતના મનોરંજન સાધનો માટે અલગથી ફી લેવામાં આવશે. સમગ્ર સ્માર્ટસીટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જેના કારણે ફનવલર્ડની માફક સ્માર્ટસીટી પણ મફતના બદલે પુરે પુરુ ચાર્જેબલ બની રહેશે.

સ્માર્ટસિટીના કોન્ટ્રાકટમાં પણ રાઈટ્સ તેમજ એન્ટ્રી ફી અંગે અલગથી કામ આપવામાં આવશે છતાં મિટીંગમાં જે દર નકકી કરવામાં આવશે તે મુજબની અમલવારી કોન્ટ્રાકટરે કરવાની રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement