થાનમાં નિદ્રાધીન યુવતીને કાળોતરો કરડી જતાં બેભાન હાલતમાં મોત
થાનમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતી યુવતી પોતાના ઘરે સુતી હતી ત્યારે મધરાત્રે નિદ્રાધીન યુવતીને સાપ કરડી ગયો હતો. યુવતીને ઝેરી અસર થતાં મોત નિપજ્યું હતું. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થાનમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતી ધર્મિષ્ઠાબેન હસમુખભાઈ સવાદીયા નામની 20 વર્ષની યુવતી પોતાના ઘરે સુતી હતી ત્યારે મધરાત્રે સાપે પગમાં દંખ માર્યો હતો. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
બીજા બનાવમાં ગોંડલના ગુંદાળા ગામે રહેતી સંગીતાબેન હેમાભાઈ સલાટ નામની 15 વર્ષની સગીરા શાપર પાસે કચરો વેણતી હતી ત્યારે ઝેરી પાવડર ઉડતાં સગીરાને ઝેરી અસર થઈ હતી. સગીરાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.