પૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોત
રાજ્યમાં હાલ રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં શરદી, ઉધરસ, મેલેરીયા, ડેન્ગ્યુ, કમળા અને તાવ સહિતના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ભકિતનગર સર્કલ પાસે પુજારા પ્લોટમાં રહેતા એડવોકેટની એકની એક છ વર્ષની દિકરીનો ઝાડા-ઉલ્ટી એ ભોગ લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.
વધુ વિગત મુજબ,એંસીફૂટ રોડ પર ભકિતનગર સર્કલ પાસે પુજારા પ્લોટ બ્લોક નં.
201 માં રહેતા એડવોકેટ હિતેષભાઇ રાઠોડની છ વર્ષની દિકરી જીલને બે દિવસ પહેલા ઝાડા-ઉલ્ટી થતા તેની ખાનગી દવાખાનામાં સારવાર કરાવાઇ હતી જયા સારવાર લીધા બાદ બાળકીને સારૂૂ થઇ જતા ઘરે લાવ્યા હતા. દરમ્યાન ગઇકાલે બાળકીની તબીયત ફરી બગડતા તેને આંચકી આવતા તુરત જ સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી પરંતુ તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.મૃતક બાળકીના પિતા એડવોકેટ છે.આ બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પી.એન.ગોહિલે કાર્યવાહી કરી હતી.એક ની એક વ્હાલી દિકરીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેક અગાઉ કમળાથી યુવાનનો ભોગ લેવાયો હતો. હવે છ વર્ષની બાળકીના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.