હરીપર (પાળ) ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી છ વર્ષના બાળકનું મોત
ઘર પાસે રમતા-રમતા તળાવમાં પડી ગયો, પરિવારજનો શોધખોળ કરતા મૃતદેહ મળ્યો
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામે તળાવમાં ડૂબી જતા છ વર્ષના બાળકનું મોત નિપજ્યુ હતું. બાળક ઘર પાસે રમતા રમતા તળાવમાં પડી ગયો હતો. બાદમાં પરિવારજનોએ શોધખોળ કરતા તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર એમટીવી હોટલ સામે આવેલા હરીપર (પાળ) ગામે રહેતા કાળુભાઇ શાલાણીનો છ વર્ષનો પુત્ર હંસ આજે સવારે ઘરની પાછળના ભાગે રમતો હતો. દરમિયાન તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. બાદમાં પરિવારજનો બાળકને શોધતા હતા ત્યારે બાળક તળાવના પાણીમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રથામિક તપાસમાં મૃતક હંસ એક ભાઇ એક બહેનમાં નાનો અને તેના પિતા ડ્રાઇવિંગ કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. બાળક બાદ મંદિરમાં અભ્યાસ કરતો હતો. આ બનાવથી એકની એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં શોકની લાગતી છવાઇ જવા પામી છે.