નવાગઢ રેલવે સ્ટેશન પર જબલપુર એક્સપ્રેસ સહિત છ ટ્રેનોને સ્ટોપેજ મળતા લીલીઝીંડી અપાઈ
નવાગઢ રેલ્વે સ્ટેશન પર સોમનાથ જબલપુર. એકસપ્રેસ ટ્રેન સહિત. છ ટ્રેનોના. સ્ટોપને લીલીઝંડી. ધણા સમય પછી ભાવનગર ડિવિઝન રેલ સેવાનો પ્રારંભ. કેન્દ્ર સરકારના મંત્રી મનસુખભાઈ માઢંવીયા. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા એ લીલી ઝંડી આપી નવાગઢ રેલ્વે સ્ટેશન પર સોમનાથ જબલપુર ટ્રેનનો સ્ટોપ. સોમનાથ જબલપુર ટ્રેનનો નવાગઢ રેલ્વે સ્ટેશન પર પ્રથમ સ્ટોપ થતાં મોટી સંખ્યામાં લોકો વેપારીઓ એકઠાં થયા હતા અને ઢોલ નગારા સાથે વધાવી લેવામા આવેલ.
ખૂબજ લાબા સમયથી જેતપુર શહેર તાલુકાની જનતાની રેલ્વેની નવી ટ્રેનોના સ્ટોપ અંગેની માગણીઓ હતી જેમાં સોમનાથ જબલપુર ટ્રેન સહિત છ ટ્રેનોના સ્ટોપ મંજૂર કરવામાં આવેલ.ગહી કાલે શુક્રવારે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની સાધારણ સભા હતી જેમાં ટેક્ષટાઇલ એશોશિએશન દ્વારા કેન્દ્ર સરકારના મંત્રી મનસુખભાઈ માઢંવીયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા. આ બંને રાજકીય મહાનુભાવોનો આ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ.
જેતપુર ટેક્ષટાઇલ એશોશિએશન. દ્વારા સતત રજુઆત કરવામાં આવેલ જેને તાત્કાલિક અસરથી. કેન્દ્ર સરકારના મંત્રી મનસુખભાઈ માઢંવીયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા દ્વારા મંજૂર કરાવેલ. ચેમ્બર ઓફ કોમર્સની સાધારણ સભામા બને મહાનુભાવોને સન્માનિત કરવામાં આવેલ. મોટી સંખ્યામાં વેપારીઓ આગેવાનો અને શહેરની દરેક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.