For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગયેલ બોટના વેરાવળનાં છ ખલાસીનો આબાદ બચાવ

12:31 PM Aug 26, 2025 IST | Bhumika
મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગયેલ બોટના વેરાવળનાં છ ખલાસીનો આબાદ બચાવ

માછીમારોની નજર સામે ફિશિંગ બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગયેલા જેમાં વેરાવળના છ ખલાસીનો આબાદ બચાવ થયેલ છે. બોટ માલિક દ્વારા તેમની કમાણી નું એકમાત્ર સાધન ડૂબ્યું હોય સરકાર મદદ કરે તેવી માંગ કરી છે.

Advertisement

મહારાષ્ટ્રના દરિયાકાંઠે એક દુ:ખદ બનાવમાં વેરાવળના માછીમારો ની એક ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી જેમાં અન્ય માછીમારોની સતર્કતા અને સમય સૂચકતાથી બોટ પર સવાર ખલાસીઓનો મહામહેનતે આબાદ બચાવ થયો હતો. બોટ ડૂબવાની આ ઘટના માછીમારોની નજર સામે જ બની હતી, જેના કારણે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ બોટના માલિક જણાવેલ કે, આ બોટ મારી આજીવિકા નું એકમાત્ર સાધન હતું. તે ડૂબી જવાથી હું બેરોજગાર થઈ ગયો છું.

આ કપરા સમયમાં સરકાર પાસે મદદ આશા છે.આ મળતી માહિતી મુજબ, વેરાવળના ભીડિયા બંદરની આઇએનડી જીજે 32 એમએમ 6655 નંબરની ફિશિંગ બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી ગઈ છે. શામજી સાકર પાંજરીની માલિકીની આ બોટ તા.18 ઓગસ્ટના વેરાવળથી માછીમારી માટે નીકળી હતી. બોટ માલિકના પુત્ર ભરત શામજી પાંજરીના જણાવ્યા અનુસાર, તા.19 ઓગસ્ટના મહારાષ્ટ્રના સમુદ્રમાં બોટ ડૂબી ગઈ હતી. સદનસીબે, નજીકની અન્ય ફિશિંગ બોટે તમામ છ ખલાસીને બચાવી લીધા હતા. ખલાસીઓએ તા.24 ઓગસ્ટના રાત્રે બોટ માલિકને આ ઘટનાની જાણ કરી હતી. આ બોટ માછીમાર પરિવારની આજીવિકાનું એકમાત્ર સાધન હતી. બોટમાં રાશન, ડીઝલ અને બરફ સહિત 6-7 લાખનો સામાન હતો તેમજ 45 લાખની કિંમતની આ ફિશિંગ બોટ ડૂબી જવાથી કુલ 55 લાખની નુકસાની થઈ છે. આ ઘટનાથી માછીમાર સમાજમાં ચિંતાનો માહોલ છે અને તેઓ એ સરકાર પાસે આર્થિક મદદની અપેક્ષા રાખી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement