નાગેશ્ર્વરમાં સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયા
13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો : ગાંધીગ્રામ પોલીસની કામગીરી
જામનગર રોડ નાગેશ્વર પાસે પટેલ ચોક નજીક સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટ માં આવેલા ફ્લેટમાં જુગાર રમતો હોવાની જ બાતમીને આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ મકરાણી અને પ્રદીપભાઈ ડાંગર સહિત દરોડો પાડી જુગાર રમતા પાંચ મહિલા સહિત છ શખ્સોને ઝડપી લઇ 13,000નું મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ જુગારના દરોડામાં જયશ્રીબેન હિંમતભાઇ જેરામભાઇ સોની જાતે.સોની ઉ.વ.40 ધંધો.ઘરકામ રહે.સુમતિ સાનીધ્ય એપા. પટેલ ચોક નાગેશ્વર રાજકોટ (2) મીનાબા હરીશચંદ્રસિહ ગીરધરસિહ પરમાર જાતે.દરબાર ઉ.વ.51 ધંધો.ઘરકામ રહે.કિષ્નાપાર્ક કાલાવડ રોડ આલાપ સેન્ચુયુરી સામે રાજકોટ (3) મનીષાબેન જીતભાઇ ભીખાભાઇ વાસાણી જાતે.બારોટ ઉ.વ.38 ધંધો.ઘરકામ રહે.હુડકો ચોકડી ગોકુલપાર્ક ગેઇટ સામે શેરી નં.08, રાજકોટ (4) સોનલબા મહિપતસિહ અમરસિહ ડાભી જાતે.રાજપુત ઉ.વ.32 ધંધો.ઘરકામ રહે.શ્યામનગર નાના મૈવા મે.રોડ રાજકોટ (5) ભાવનાબેન દિનેશભાઇ પરસોતમભાઇ પીઠડીયા ઉ.વ.50 ધંધો.ઘરકામ રહે. સાધુવાસવાણી કુંજ રોડ આસ્થા ચોક પાસે રેલનગર રાજકોટ અને વિવેકભાઇ હરેશભાઇ દેથડીયા ઉ.વ.24 રહે.અમરનગર 01, મવડી રોડ રાજકોટ)ને પકડી તેની પાસેથી રૂૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.