દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં એક વર્ષમાં છ નવા કોર્સ શરૂ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. આણંદમાં અમિત શાહના હસ્તે રાષ્ટ્રીય સ્તરની ત્રિભોવન યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ થયો છે. તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે સહકાર ક્ષેત્રે આજનો દિવસ ખૂબ મહત્વનો છે.સહકાર મંત્રાલયની સ્થાપનાને 4 વર્ષ પૂર્ણ થયા છે. તેમને જણાવ્યુ કે મોદી સરકાર દ્વારા સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે જેના પગલે હવે અનેક નવી ડેરીઓ બની રહી છે.
અમિત શાહે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટીના શિલાન્યાસ કરવાની સાથે જાહેરાત કરી કે આ યુનિવર્સિટીમાં અનેક નવા પ્રકારના કોર્સ શરુ થશે. 1 વર્ષમાં કુલ 6 નવા કોર્સ શરુ કરવાનું આયોજન છે.આ યુનિવર્સિટીમાંથી પાસ થનાર વિદ્યાર્થીને જ નોકરી મળશે તેવુ પણ તેમણે જણાવ્યુ હતુ.
તેઓ આવતીકાલે સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂરા થવા પર અમૂલ ડેરીમાં આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને અમૂલ ડેરી ખાતેથી જનતાને સંબોધન કરશે. ચાલુ વર્ષે બજેટ સત્રમાં, સંસદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પસાર કરાયું હતું. જેના હેઠળ સહકારી ક્ષેત્રમાં શિક્ષણ અને તાલીમને આગળ વધારવા માટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીની સ્થાપનાનો માર્ગ મોકળો થયો.
અમૂલના સ્થાપક ત્રિભોવન પટેલના નામ પરથી આણંદમાં આવેલી આ યુનિવર્સિટી પાસે સહકારી તાલીમ સંસ્થાઓ માટે રાષ્ટ્રવ્યાપી અધિકારક્ષેત્ર હશે. જે દર વર્ષે 8 લાખ લોકોને પ્રમાણિત કરવા માટે ડિગ્રી, ડિપ્લોમા અને ઙઇંઉ અભ્યાસક્રમો આપશે. આ યુનિવર્સિટી સહકારી વ્યવસ્થાપન, નાણાં, કાયદો અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં વિશેષ શિક્ષણ, તાલીમ અને સંશોધનની તકો પૂરી પાડશે અને પાયાના સ્તરે સહકારી સંસ્થાઓને મજબૂત બનાવશે.