રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઘરમાં મેલું છે તેવો ભય બતાવી રાજકોટની યુવતીને ફસાવી છ શખ્સોએ દુષ્કર્મ આચર્યું

05:36 PM Feb 15, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટનાં 150 ફુટ રીંગ રોડ પર સ્ટર્લિંગ પાછળ આવેલ ધરમનગર વિસ્તારમાં રહેતી યુવતીને ‘ઘરમાં મેલુ છે’ તેવો ડર અને ભય બતાવી વહેમમાં નાખી તાંત્રિક વિધી કરવાના બહાને અમરેલીના દંપતિએ જાળમાં ફસાવી યુવતીને તાંત્રિક વિધી કરવાના બહાને જુદા જુદા સ્થળે બોલાવી છ શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યાની અને યુવતી પાસેથી દંપતિએ 3.13 લાખ જેવી રોકડ રકમ વિધી કરવાના બહાને પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં ધરમનગર વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરિણીતાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમરેલીના મુકેશ ભેસાણીયા તેની પત્ની રાધિકાબેન મુકેશ ભેસાણીયા, વિસાવદરના સુનિલ રાવલ, દિનેશ રીબડીયા અને વિસાવદરનો ભુવો સહિતના શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમરેલીના દંપતિના પરિચયમાં આવેલી રાજકોટની યુવતીને ‘ઘરમાં મેલુ છે તે તમને જીવવા નહીં દે’ તેવો ડર અને ભય બતાવી વહેમમાં નાખી તાંત્રિક વિધી કરવાના બહાને ફસાવી અમરેલી, સાવરકુંડલા સહિતના જુદા જુદા સ્થળોએ યુવતીને તાંત્રિકવિધી કરવાના બહાને બોલાવી તેની પાસેથી 3 લાખ 13 હજાર જેવી રોકડ રકમ પડાવી લીધી હતી અને યુવતીને અન્ય શખ્સો સાથે શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી.
તાંત્રિક વિધી કરવાના બહાને યુવતીને ફસાવી તેના પર છ શખ્સોએ જુદા જુદા સ્થળોએ દુષ્કર્મ આચર્યાનું બહાર આવતાં સનસનાટી મચી જવા પામી છે ત્યારે આ ઘટના અંગે અમરેલી તાલુકા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી આઈપીસી કલમ 376, 376-ડી, 443, 417, 420, 120-બી, 506-2, 34 અને 114ની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsraped
Advertisement
Next Article
Advertisement