રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિક્સલેનનું કામ છ વર્ષે પણ અધૂરું: મડદા ઉપર રાજકારણ

03:58 PM Feb 26, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

2018માં શરૂ થયેલું અમદાવાદ- રાજકોટ હાઇવેનું કામ કુવાડવા-રાજકોટ વચ્ચે ચાર વર્ષથી ઠપ, બજેટ 700 કરોડ વધી ગયું

Advertisement

રોજેરોજ અકસ્માતોમાં મહામૂલી માનવ જિંદગી હોમાઇ રહે છે છતા મૃદુ અને મક્કમ સરકારની સંવેદના જાગતી નથી

વિજયભાઇ રૂપાણીનો ડ્રીમ પ્રોજેકટ નવી સરકારે અનૌરસ સંતાનની માફક તરછોડયો, ભાજપના બહાદૂર નેતાઓ પણ મૌન

માત્ર રાજકોટ પાસેનું કામ અટકાવી દેવામાં પણ રાજકારણ? અન્ય પ્રોજેકટ સમયસર પૂરા થઇ શકતા હોય તો 15 કિ.મી.ના હાઇવેનું કેમ નહીં?

સરકારે ચાર-ચાર મુદત વધારી દીધી, વિધાનસભાના ફલોર ઉપરથી કરેલી જાહેરાત પણ નરાધમ ખોટી નીકળી

રાજકોટની ભાગોળે અમદાવાદ હાઇવે ઉપર વધુ એક જીવલેણ અકસ્માતમાં છ નિર્દોષ લોકોની જીંદગી છીનવાઇ ગઇ છે. સિકસલેન હાઇવેના ચાલી રહેલા કામના કારણે રોંગ સાઇડમાં આવતા કાળમુખા ટ્રક હેઠળ ઓટો રીક્ષા કચડાઇ જતા એક બાળક સહીત 6 લોકોના મોત નિપજયા છે ત્યારે વધુ એક વખત કુવાડવાથી રાજકોટ વચ્ચે સિકસલેન હાઇવે લાંબા સમયથી બંધ પડેલા કામ તથા મોતના માચડા જેવા અધુરા ઓવરબ્રિજની ચર્ચા શરૂ થઇ છે.

 

સરકાર અને કોન્ટ્રાકટરના વિવાદના પાપનું ફળ નિર્દોષ લોકો ભોગવી રહ્યા છે. પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઇવેના ડ્રીમ પ્રોજેકટ વર્તમાન સરકારે અનૌરસ સંતાનની માફક તરછોડી દીધો છે અને તેના કારણે આ હાઇવે ઉપર રોજેરોજ જીવલેણ અકસ્માતોમાં મહામુલી માનવ જીંદગીઓ મોતનાં મુખમાં ધકેલાઇ રહી છે પરંતુ મૃદુ અને મક્કમ સરકારનો આત્મા જરાપણ દુભાતો નથી.

2018માં શરૂ થયે આ 200 કિલોમીટરના હાઇવેનું મોટા ભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે પરંતુ કુવાડવાથી રાજકોટ વચ્ચેના ટભ કિલોમીટરનું કામ ચાર વર્ષથી તરછોડી દેવામાં આવ્યું છે. અને છેલ્લા ચાર વર્ષથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના વાહન ચાલકો યાતના વેઠી રહ્યા છે.

રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઇ-વેનું કામ જાન્યુઆરી-2018માં વિજયભાઇ રૂપાણીની સરકાર વખતે શરૂ થયું હતું. ત્યારે માત્ર બે વર્ષમાં એટલે કે, જાન્યુઆરી-2020માં યોજના પુર્ણ કરવાની જાહેરાત કરાઇ હતી. આ દરમિયાન કોવીડ અને અન્ય કારણોસર અત્યાર સુધીમાં ચાર વખત મુદત વધારવામાં આઅવી છે છતાં કામ અધુરૂ છે.

સિકસલેન હાઇવેનું કામ અપાયુ ત્યારે રૂા.2223.50 કરોડની રકમ નક્કી થઇ હતી પરંતુ ચાર વર્ષ કરતા વધુ સમય કામ મોડુ થતા ખર્ચ વધીને રૂા.3 હજાર કરોડ ઉપર પહોંચી ગયો છે. છતાં સરકાર પ્રજાના પૈસા વેડફી રહે છે અને કામ પુરૂ કરતી નથી. જયારે સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો ‘તાલીઓ’ પાડી રહ્યા છે.

સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા મહાકાય પ્રોજેકટો તમામ અવરોધો પાર પાડીને પણ સમય મર્યાદામાં પુરા કરી શકતી હોય તો કુવાડવા-રાજકોટ વચ્ચે અટકી ગયેલુ સિકસલેન હાઇવેનું કામ કેમ પુરૂ કરી શકે નહીં? માત્ર રાજકીય હુંસાતુંસીમાં આ કામ ટલ્લે ચડયું હોય તેવું મનાય છે. કોન્ટ્રાકટર કામ અધુરૂ છોડીને ભાગી જાય એટલે કામ પુરૂ થાય નહીં? કે વિજયભાઇ રૂપાણીનો પ્રોજેકટ છે એટલે કામ પુરૂ થતુ નથી?

જે પણ કારણ હોય તેનાથી લોકોને નિસ્બત નથી, લોકોને માત્ર કામ ઝડપથી પુરૂ થાય તેમાં રસ છે.આ હાઇવે ઉપર અત્યાર સુધીમાં અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. અવાર નવાર સંસ્થાઓ અને પ્રજાના પ્રતિનિધિઓ ગણાતા ધારાસભ્યોએ રજુઆતો કરી છે. ખુદ મુખ્યમંત્રીએ ત્રણેક વખત કામ પુરૂ કરવાની સમયમર્યાદા પણ આપી છે પરંતુ કામ પુરૂ થયું નથી જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે.

ગત વિધાનસભામાં જ કેબીનેટમંત્રી જગદીશ વિશ્ર્વકર્માએ જવાબ આપ્યો હતો કે, 31 માર્ચ-2024 સુધીમાં સિકસલેન હાઇવેનું કામ પુર્ણ થઇ જશે. આ મુદતને પણ એક વર્ષ પુરૂ થઇ ગયું છતા અધુરૂ કામ શરૂ પણ થયું નથી. વિધાનસભાના ફલોર ઉપરથી સરકારે જાહેરાત કરી છતાન કામ શરૂ કરાવી શકી નથી. આના પરથી જ ખબર પડે છે કે, સરકારને જ આ હાઇવેનું કામ પુર્ણ થાય તેમાં રસ નથી.

ડિવાઇડર તોડનાર સામે ફોજદારી ફરિયાદની માત્ર વાતો, રોડ સેફ્ટી બેઠક નર્યું ફારસ

રાજકોટની ભાગોળે માલિયાસણ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં છ માનવ જીંદગી હોમાઇ ગઇ છે ત્યારે રોંગસાઇડમાં આવતો ટ્રક હાઇવે પર ગેરકાયદેસર રીતે તોડવામાં આવેલા ડિવાઇડરમાંથી રોંગ સાઇડમાં ઘુસ્યો હોવાનું માનવામાં આવે છે ત્યારે દર મહીને મળતી રોડ સેફટીની બેઠકમાં થતી ચર્ચા અને નિર્ણયો ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. દર મહીને શહેર- જિલ્લાના ટોચના અધિકારીઓની હાજરીમાં યોજાતી રોડ સેફટીની બેઠકમાં અકસ્માત સંભવવાળા બ્લેકસ્પોટ ઉપર વિશેષ તકેદારી રાખવા ચર્ચા થાય છે. સાથો સાથો હાઇવે ઉપર ગેરકાયદેસર રીતે તોડવામાં આવતા ડિવાઇડર અંગે ચર્ચા કરી જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધાવવા નિર્ણય લેવાય છે.પરંતુ આશ્ર્ચર્યની વાત તો એ છે કે, રાજકોટથી અમદાવાદ અને ગોંડલ સહીતના હાઇવે ઉપર અનેક સ્થળે પેટ્રોલ પંપો તેમજ મોટી હોટેલો સામે ગેરકાયદેસર રીતે ડિવાઇડરો તોડી નાખવામાં આવ્યા છે. પરંતુ આજ સુધી ડિવાઇડર તોડનાર એક પણ જવાબદાર સામે ફરીયાદ નોંધાઇ નથી.આ તુટેલા ડિવાઇડરો પાસેથી રોડ સેફટીની બેઠકમાં હાજર રહેતા તમામ અધિકારીઓ પણ અવાર નવાર પસાર થાય છે પરંતુ આ અધિકારીઓ પણ આંખ મીચામણા કરી રહ્યા છે ત્યારે જીવલેણ અકસ્માતો માટે આવા અધિકારીઓ પણ જવાબદાર અને પાપના ભાગીદાર છે. રોડ સેફટીની બેઠકમાં કલેકટર, પોલીસ, કમિશનર, એસ.પી., ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ., નેશનલ હાઇવે ઓથોરીટી સહીતના વિભાગોના અધિકારીઓ હાજર રહે છે અને સેફટીની વાતોના વડા કરે છે પરંતુ નિર્ણયોની અમલવારીના નામે મીંડુ હોય તેવી સ્થિતિ છે.

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsSix-lane work
Advertisement
Advertisement