રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માળિયા હાઇવે પરથી ત્રણ મિત્રોના અપહરણ કરનાર છ અપહરણકાર પકડાયા

11:13 AM Oct 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

યુવતીને ભગાડી જવા મુદ્દે આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો’તો

માળિયા હાઈવે પર ઓનેસ્ટ હોટેલના ગ્રાઉન્ડમાંથી યુવતીને ભગાડી જવાના મુદે ભાઈ સહીત ત્રણ વ્યક્તિના અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને આધારે પોલીસે અપહરણ કરનાર છ આરોપીને ઝડપી લીધા છે.

ગત તા. 10 ના રોજ માળિયા ઓનેસ્ટ હોટેલ ખાતેથી બ્રેઝા કારમાં ત્રણ વ્યક્તિના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી બાબુભાઈ ભીખાભાઈ મીયોત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો દીકરો ભચાઉમાં રહેતી યુવતીને ભગાડી ગયો હોય જે મામલે ફરિયાદીના પુત્ર દિલીપ મીયોત્રા, મહેશભાઈ બારોટ અને કાનજીભાઈ મીયોત્રા એમ ત્રણેય ઇકો કાર લઈને શોધવા માટે ગયા હતા અને પરત ફરતી વેળાએ માળિયા ઓનેસ્ટ હોટેલ પાસે હોય ત્યારે બ્રેઝા કારમાં છ ઈસમો આવી ત્રણેયનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

જે બનાવ મામલે માળિયા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓ સુમીતભાઈ પ્રેમજીભાઈ દાફડાની વાડીએ હોવાની બાતમી મળતા ટીમે વાડીએ તપાસ કરતા અપહૃત ત્રણેય વ્યક્તિ મળી આવતા તેને છોડાવ્યા હતા જે અપહરણ કરનાર આરોપીઓ કાંતિભાઈ દેવરાજભાઈ લોચા, રમેશભાઈ રવજીભાઈ દાફડા, નરેશભાઈ વિરજીભાઈ દાફડા, ભરતભાઈ વિરજીભાઈ દાફડા, મનસુખભાઈ ઉર્ફે મનોજભાઈ નામોરીભાઈ દાફડા અને કિશોર ઉર્ફે કિશન નારણભાઈ ચૌહાણ રહે બધા ભચાઉ વાળાને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલ કાર જીજે 12 એફએ 6195 કીમત રૂૂ 5 લાખ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે.

Tags :
gujaratgujarat newskidnappers
Advertisement
Next Article
Advertisement