રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડ્રાઇવરના રીલ્સના ચક્કરમાં બસ પલટી જતા છ શ્રદ્ધાળુ કાળનો કોળિયો

04:17 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર લક્ઝરી બસ રેલિંગ સાથે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 54 મુસાફરોને ઇજા

60 લોકોનો સંઘ ખેડબ્રહ્મા, કોટેશ્વર થઈ અંબાજી પહોંચ્યો હતો, ત્યાં રાત્રીરોકાણ કરી સવારે મા અંબાના દર્શન કરી પરત ફરતો હતો

યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. અંબાજીથી દાંતા વચ્ચે થયેલા અકસ્માતમાં 6નાં મોત અને 54 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. 54 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. અક્સ્માતની જાણ થતાં જ કલેક્ટર, SP, Dy.SP, PI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

આ અકસ્માત અંગે બસમાં સવાર એક મુસાફરે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, અમે લોકોએ ના પાડી હતી છતાં ડ્રાઈવર રીલ બનાવતો હતો. ડ્રાઈવરે 4 બમ્પ કુદાવી દીધા હતા બાદમાં બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાં હતો જ નહીં, તે ફરાર થઈ ગયો હતો.

અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂલિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂૂ કરી મુસાફરોને બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 54 લોકોને ઇજા પહોંચી છે. ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવરે નશો કર્યો હતો અને બેદરકારીથી બસ હંકારતો હતો. બસમાં સવાર જીતુભાઈએ જણાવ્યું હતું કે, અમે અંબાજીથી સવારે આવી રહ્યા હતા ને અકસ્માત થયો હતો. વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો, આમાં ડ્રાઈવરનો જ વાંક હતો.

અંબાજી પીઆઇ આર.બી. ગોહિલે જણાવ્યું હતું કે, ખેડા-નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને આજે સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા. ત્યારે ત્રિશૂલિયો ઘાટ ઊતરતા હનુમાન મંદિર પાસે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ રોડથી નીચે ઉતારી પલટી ખાઇ ગઇ હતી. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. સ્થાનિકોએ 108 અને પ્રાઈવેટ વાહનોમાં ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

કઠલાલના શાહપુરના ગ્રામજન અંબાલાલભાઈએ જણાવેલ કે, આ સંઘ ગતરોજ અહીંયાથી નિકળ્યો હતો. જેમાં શાહપુરના અમારા વિસ્તારના 3 ભક્તો તો નાની શાહપુરાના અન્ય ભક્તો તેમજ આસપાસના ગામના અન્ય ભક્તો હતા. આજે સવારે પરત ફરતા આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સમાચાર મળતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, અંદાજીત 60 જેટલા મુસાફરો બસમાં સવાર હતા. દાંતા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પાલનપુર વધુ સારવાર અર્થે ખસેડાયા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે.

સંઘ મહુધાના મહિસા ગામેથી નીકળ્યો હતો

મહુધા તાલુકાના મહિસા ગામના સરપંચના પતિ રાજેશભાઈ રોહિતે જણાવેલ કે, આ સંઘનુ દર વર્ષે આયોજન થતું હોય છે, અમારા ગામથી છેલ્લા 15થી વધુ વર્ષથી આસો નવરાત્રિમાં આ સંઘ ઉપડે છે. જેમાં અમારા ગામના અંદાજીત 15 જેટલા શ્રદ્ધાળુઓ અને કઠલાલ તાલુકાના શાહપુર ગામના અન્ય શ્રધ્ધાળુઓ હતા.બલોલ ગામના વિજયભાઈએ જણાવ્યું હતું કે, અમે લોકો પરમદિવસ રાત્રે નીકળ્યા હતા. પહેલાં રસ્તામાં શામળાજીના દર્શને ગયા હતા અને ત્યાંથી ખેડબ્રહ્મા, કોટેશ્વર થઈ અંબાજી પહોંચ્યા હતા. ત્યાં રાત્રીરોકાણ કરી સવારે મા અંબાના દર્શન કરી પરત જવા નીકળ્યા હતા ત્યારે 2 કિલોમીટર આગળ આવ્યા ને ડ્રાઈવરે કાબૂ ગુમવતા બસ પલટી મારી ગઈ હતી. બસનું નામ ગાયત્રી ટ્રાવેલ્સ હતું અને અમે 60 જેટલા લોકો સવાર હતા.

Tags :
ambaji accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement