ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાલીતાણામાં તા.12મીએ છ ગાઉની મહાયાત્રા

11:07 AM Mar 10, 2025 IST | Bhumika
Advertisement

તા. 12 ને બુધવારે પાલીતાણા માં ફાગણ ફેરી મહાયાત્રા પરંપરા મુજબ યોજાશે. શત્રુંજયની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની પાછળ ઇતિહાસની એક વિરલ ઘટના પડેલી છે. જૈન ધર્મમાં અંતિમ તીર્થકર મહાવીર સ્વામી અગાઉ પાર્શ્વનાથ ભગવાન અને તેમના પહેલા નેમીનાથ ભગવાન થઇ ગયા. આ નેમીનાથ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવના પિત્રાઇ ભાઇ હતા.

Advertisement

શ્રીકૃષ્ણના બે પુત્રો શાંબ અને પ્રદ્યુમને નેમીનાથ ભગવાન પાસે દિક્ષા અંગીકાર કરી નેમીનાથ ભગવાને તેમને શેત્રુંજય ગીરીના અને સદભદ્ર નામના શિખરનો મહીમા સમજાવ્યો. આ કારણે શાંબ અને પ્રદ્યુમન મુનીઓ સાથે સાધના કરવા શત્રુંજય આવ્યા. અહી સદભદ્ર શિખર ઉપર તેમને મુનીઓ સાથે અનશન કર્યુ અને એ બધા મુનીઓ સાથે બે ભાઇઓ ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષમાં ગયા હતા. આ કારણે ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છગાઉની યાત્રાનો મહીમા ખુબ વધી ગયો છે અને વરસે લાખો યાત્રીકો યાત્રા કરવા આવવા લાગ્યા છે.

શાંબ અને પ્રદ્યુમને મુનીવરો સાથે જે શીખર ઉપરથી નિર્વાણ પ્રાપ્ત કર્યુ તેનું નામ સદભદ્રગીરી હતુ પણ અત્યારે ભાંડવાના ડુંગર તરીકે ઓળખાય છે તેનું કારણ એ છે કે શાંબ અને પ્રદ્યુમન શ્રીકૃષ્ણના ભાંડુ (સંતાન) હતા. આ ભાંડુઓનું અહીં નિર્વાણ થયુ ત્યારથી એ ગિરિ ભાંડુઓના ડુંગર તરીકે ઓળખાવા લાગ્યા જેનું અપભ્રંશ થતા આજે તેને ભાંડવાનો ડુંગર કહેવાય છે.

પ્રદક્ષિણા : જય તળેટીથી શરૂૂઆત કરીએતો રામપોળ સુધી પહોચતા 3303 પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા 198 પગથિયા છે. કુલે 3501 પગથિયા ચઢીને દાદાના દર્શન થાય છે. દાદાના દર્શન અને ચૈત્યવંદન કરીને રામપોળની બારીથી નીકળતા આપણી જમણી બાજુએ સોખરી નામની ટેકરી છે, તેના ઉપર દેવકીજીના છ પુત્રોની દેરી છે. ત્યા દર્શન કરીને આગળ ચાલતા અર્ઘો ગાઉ ગયા પછી ઉલખાજલ નામનુ સ્થાન આવે છ઼ે અહી દાદાના સ્નાત્ર-પ્રક્ષાલનુ જલ આવે છે અહી ડાબી બાજુ એક નાની દેરીમા શ્રી આદિનાથ ભગવાનના ચરણપાદુકા છે. આ બે દેરી પાસે અત્યંત મહિમાવાળી ચિલ્લણ (ચંદન) તલાવડી, તથા કાઉસ્સગ્ગ કરવા માટેની સિદ્ઘ શિલા છે.

પછી આગળ બે માઇલ જતા ભાંડવાનો ડુગર આવે છે, આ શિખર ઉપર એક દેરીમા એક શ્રી આદીશ્વરના ચરણપાદુકાની જોડ તથા શાંબ અને પ્રદ્યુમ્નઘના બે ચરણ પાદુકાની જોડ, એમ ચરણપાદુકાની ત્રણ જોડ પ્રતિષ્ઠિત કરેલ છે ત્યા ચૈત્યવંદન કરીને એક માઇલ નીચે ઉતરતા સિઘ્ઘવડ (નાની જુની તળેટી) છે. અહીં વડ નીચે દેરીમા શ્રી આદિનાથ પભુના ચરણપાદુકા છે ત્યા ચૈત્યવંદન કરવું અહીં છ ગાઉની પ્રદક્ષિણા પુરી થાય છે. અહીં નજીકમા રહેલા આદપુર ગામની જગ્યામા ફાગણ સુદ 13 ના દિવસે પેઢીના હસ્તક જુદા જુદા ગામના સંઘો અને ભાવિક ભક્તો યાત્રાળુઓની ભક્તિ કરવા માટે પાલ તરીકે ઓળખાતા મંડપ બંઘાવીને તેમા જાત જાતની વસ્તુઓ દ્વારા યાત્રિક ભાઇ બહેનોની સાઘાર્મિકોની ભક્તિ કરે છે.

Tags :
gujaratgujarat newsPalitanaPalitana news
Advertisement
Next Article
Advertisement