જામજોધપુરમાં રહેણાકના મકાનમાં જુગાર રમતા છ પકડાયા
મોબાઇલ સહિત 46,220નો મુદ્દામાલ જપ્ત
જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે રૂૂ. 46,220ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. શેઠવડાળા પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી દરોડામાં ગંજીપાના, રોકડ રકમ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે વનાણા ગામમાં ખીમાભાઇ પોલાભાઇ ગાજરોતરના રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મહેશભાઇ ગોરધનભાઇ ડાભી, બાબુભાઇ વીરાભાઇ રાઠોડ, વીજયભાઇ ધરમશીભાઇ ઝીઝુવાડીયા, નરેન્દ્રસિંહ નથુભા જાડેજા, ખીમાભાઇ પોલાભાઇ ગાજરોતર અને રણમલભાઇ દેવાભાઇ બારીયા નામના છ શખ્સોને ગંજીપાના વડે તીનપત્તી રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂૂ. 12,720ની રોકડ રકમ, એક મોટરસાઇકલ અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂૂ. 46,220નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જી. પનારા અને તેમની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી.