ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ગુજરાતના છ ઉમેદવારોનો ટોપ-100માં સમાવેશ
2024માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું: સ્પીપાના વિદ્યાર્થીઓ ફરી મેદાન માર્યું
નવેમ્બર-ડીસેમ્બર 2024માં લેવાયેલી UPSC IFS (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ)નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમવાર 6 ગુજરાતીઓ ટોપ 100માં સામેલ થયા છે. આ તમામ ઉમેદવારો SPIPAના છે. દેશભરમાં IFS ની ખાલી જગ્યા પર નિમણૂક કરવા માટે 143 નામોની ભલામણ થઈ છે.
ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનું પરિણામ જાહેર થયું છે.ગત વર્ષે આઈએફએસની પરીક્ષામાં પાંચ ગુજરાતીઓ બાજી મારી હતી.ત્યારે વર્ષે છ ગુજરાતીઓએ બાજી મારી છે.પ્રથમ વખત IFS ની પરીક્ષામાં 6 ગુજરાતીઓ ટોપ 100માં આવ્યા છે.ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની જુન 2024 માં પ્રિલીમરી પરીક્ષા યોજાઈ હતી.ત્યારબાદ નવેમ્બર 2024માં મેન પરીક્ષા યોજાઈ હતી અને એપ્રિલ 2025 માં ઇન્ટરવ્યૂ યોજાયા હતા.આ પરીક્ષામાં 6 ગુજરરાતી ઉમેદવારોએ બાજી મારી છેએટલે કે 6 ગુજરાતી આઈએફએસ બન્યા છે.ગત વર્ષે પણ 5 ગુજરાતીઓએ બાજી મારી હતી.
UPSC ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ 2024નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 143 ઉમેદવારોના નામની ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ માટે ભલામણ કરવામાં આવી છે. ગત વર્ષે IFS ની પરીક્ષા પાસ કરનાર ટ્રેની IFS મયૂર બારોટે જણાવ્યું હતું કે, IFS ની પોસ્ટ પણ ઈંઙજ અને ઈંઅજની પોસ્ટની સેન્ટ્રલ લેવલની છે. ગુજરાતી ઉમેદવારોઓ પણ હવે અગાઉના અનુભવ દ્વારા IFS તરફ વળ્યા છે. તૈયારી માટે પણ સમય મળી રહે છે જેથી ઉમેદવારો વિષયની યોગ્ય તૈયારી કરી શકે છે.
UPSC IFS-2024માં ઉત્તીર્ણ થયેલા ગુજરાતીઓ
નામ રેંક
સોનિશ 8
તન્મય 32
કૌશિક 75
દિપાલી 82
ભાવેશ 86
ઉત્સવ 97