For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખુલ્લા પ્લોટોના દસ્તાવેજ બાદ સ્થળ ચકાસણી કરવી ફરજિયાત; નવો પરિપત્ર

05:13 PM Jul 21, 2025 IST | Bhumika
ખુલ્લા પ્લોટોના દસ્તાવેજ બાદ સ્થળ ચકાસણી કરવી ફરજિયાત  નવો પરિપત્ર

બાંધકામ વાળી મિલકતો ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી

Advertisement

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધાચા ઓપન પ્લોટ દસ્તાવેજોમાં મોટાપાયે ખોટી વિગતો દર્શાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.પક્ષકારો દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઓપન પ્લોટવાળી મિલકતના વેચાણ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવતી હોય છે. આ સમયે દસ્તાવેજ સાથે પક્ષકારે મિલકત ઓપન પ્લોટવાળી હોવા અંગે એક સોગંદનામું રજૂ કરવામાં આવે છે, તેમજ મિલકતના ફોટોગ્રાફ્સ પાડી તેમાં મિલકતની સ્થળ સ્થિતિ જાણી શકાય તે માટે અક્ષાંશ અને રેખાંશની વિગતો દર્શાવી ફોટોગ્રાફ્સ રજૂ કરવાની સૂચનાઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી નિરિક્ષક દ્વારા આપવામાં આવતા તે મુજબ ઓપન પ્લોટના વેચાણ દસ્તાવેજોમાં મિલકતના અક્ષાંશ અને રેખાંશની વિગતો દર્શાવીને નોંધણી કરાય છે.

દરમિયાન એવી વિગતો ધ્યાનમાં આવી હતી કે બાંધકામવાળી મિલકતના દસ્તાવેજ ોપન પ્લોટ દર્શાવીને કરાતા હોય છે, જે અટકાવવા માટે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સર નિરિક્ષક દ્વારા રાજ્યના કલેક્ટરને એક પત્ર લખી એવી સૂચના આપવામાં આવી છે કે સ્ટેમ્પ ડ્યૂટીની મહેસૂલી આવકની ચોરી થતી અટાકવવા માટે 1 જૂનથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી થયેલ તમામ દસ્તાવેજોની 100 ટકા ચકાસણી કરવાની રહેશે.

Advertisement

ઓપન પ્લોટ તરીકે નોંધણી થયેલા દરેક દસ્તાવેજોની ચકાસણી તેમજ સ્થળ તપાસ સબ રજિસ્ટ્રાર કચેરીના કચેરી અધિક્ષક તેમજ સ્ટેમ્પ નિરિક્ષકે કરવાની અને તમામ દસ્તાવેજોની ચકાસણી થઈ છે કે નહીં તેની ખાત્રી અને મોનિટરિંગ નાયાબ કલેક્ટર કરશે. સુપ્રિન્ટેન્ડ઼ેન્ટઓફ સ્ટેમ્પસ અને નોંધણી નિરિક્ષકે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે કોઈ ચૂક થશે તો નાયબ કલેક્ટર ઉપરાંત જે કચેરી અધિક્ષક અથવા સ્ટેમ્પ નિરિક્ષકની અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement