પાટડીના ઘાસપુરમાં ભાઇના વિરહમાં બહેને ગળું કાપી કર્યો આપઘાત
દોઢ માસ પૂર્વે ચાર બહેનોના એકના એક ભાઇએ આત્મહત્યા કર્યા બાદ માવતરે આંટો ગયેલી હરીપરની પરિણીતાએ પગલું ભર્યુ
પાટડીના તાલુકાનાં ઘાસપુર ગામે માવતરે આટો મારવા આવેલી ધ્રાંગધ્રાનાં હરીપર ગામની પરણીતાએ દોઢ વર્ષ પુર્વે ચાર બહેનોનાં એકનાં એક ભાઇએ કરેલી આત્મહત્યાનાં વિરહમા બહેને પોતાની જાતે છરી વડે ગળુ કાપી આપઘાત કરી લીધો હતો. પરણીતાનાં મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ધ્રાંગધ્રાનાં હરીપર ગામે રહેતી મિનાબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ. 42) નામની પરણીતા 3 દિવસ પૂર્વે પાટડીના ઘાસપુર ગામે રહેતા પિતાનાં ઘરે હતી ત્યારે બાથરૂમમા પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દેતા લોહી લુહાણ હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા તેણીનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમીક પુછપરછમા મૃતક પરણીતાને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. દોઢ માસ પુર્વે મીનાબેન રાઠોડનાં 4 બહેનોનાં એકનાં એક ભાઇએ આત્મહત્યા કરી હતી. બાદમા મીનાબેન રાઠોડ માવતરે આટો મારવા જતા ભાઇનાં વિરહમા ગળુ કાપી જીવન ટુંકાવી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ધ્રાંગધ્રા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .