રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાત

12:14 PM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

જોડિયાના બેરાજા ગામમાં પરપ્રાંતીય પરિવારમાં બનેલો બનાવ

Advertisement

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની ભાવિશાબેન કલાભાઈ બારીયા નામની 19 વર્ષની યુવતી હે ગઈકાલે પોતાની વાડીમાં લીમડાના ઝાડની ડાળીમાં ચુંદડી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ મુકેશભાઈ નેહડાએ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ભાવિશાબેન ના પિતા કે જેઓને વતનમાં સારવારની જરૂૂરિયાત હોવાથી તેના ભાઈ અરવિંદભાઈએ શિષ્યવૃત્તિના જમાં થયેલા પૈસા માંગ્યા હતા. તે પૈસા પોતે પહોંચાડી શકે તેમ ન હોવાથી પોતાના ભાઈને પૈસા આપવાની ના પાડતાં તેનો ભાઈ નારાજ થયો હતો, અને પછી માવતરે આવતી નહીં, તેમ કહી સબંધ કાપી નાખતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે મામલે જોડિયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newssuicide
Advertisement
Next Article
Advertisement