SIRની કામગીરી ધકેલ પંચા દોઢસો જેવી: કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો
રાજ્યમાં જઈંછ ની મતદાર યાદીની કામગીરી તારીખ 4/11 થી શરૂૂ કરવામાં આવી છે ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા અનેકાનેક જાહેરાતો કરવામાં આવી હતી જેથી આમ લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે પણ શહેર ની કામગીરી શરૂૂ થતા અમોને રાજકોટ શહેરની જનતા વચ્ચેથી જે ફરિયાદો મળી છે તેમાં લોકો ક્યાંક ને ક્યાંક બીએલો દ્વારા અપાતી માહિતી અલગ અલગ હોવાનું જાણવા મળેલ છે જેથી એવું સ્પષ્ટ લાગે છે કે સરકારી તંત્ર દ્વારા જે સરકારી બીએલો નિમવામાં આવેલ છે તેની સંપૂર્ણ એસ આઈ આર ની ટ્રેનિંગ થવી જોઈએ તે કરવામાં આવી નથી સંપૂર્ણ માહિતી બીએલઓ પાસે હાલ ઉપલબ્ધ નથી જે 50% પાસે જ છે બાકી 50% અધૂરી માહિતીના પગલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે તેવું લોક ફરિયાદમાં જણાવ્યું છે. વર્ષ 2002 ની મતદાર યાદીમાં નામ ન હોય તેનું સ્પષ્ટીકરણ બીએલઓ પાસે કે સરકારી તંત્ર પાસે નથી સિનિયર સિટીઝન કે વધુ ઉમરના વૃદ્ધ હશે તે જન્મનો દાખલો ન હોય તો પણ નામ નોંધણી કરવી જોઈએ આધાર કે પાનકાર્ડ માં જન્મ તારીખ હોય તો નામ નોંધવું જોઈએ જે બીએલઓ ફોર્મ લઈ ગયા છે તે કોઈ જાતની રસીદ આપતા નથી તો અમારી લોકોને અપીલ છે કે બીએલઓની ફોર્મ આપતી વખતે રિસીવ કોપીમાં સહી લેવી. ભાડે રહેનારા અથવા મકાન બદલનારાનું કોઈ સ્પષ્ટીકરણ હાલ છે નહીં.
ચૂંટણી પંચ દ્વારા હાલ ગુજરાતમાં ચાલી રહેલ એસઆઇઆર મતદાર યાદીમાં કામગીરી ધકેલ પંચા દોઢસો જેવી ચાલી રહી છે. કાર્યક્રમ પૂર્ણતા ને આરે છે તેમ છતાં કંગાળ કામગીરીને પગલે હજુ 50 ટકા કામગીરી પણ પૂર્ણ થઈ નથી. નેટવર્કના પ્રોબ્લેમને કારણે સર્વર ડાઉન હોય ફોર્મ અપલોડ થતા નથી. ગ્રામ્ય લેવલે કામગીરી થોડી ઘણી સારી છે પરંતુ શહેરમાં કામગીરી બેહાલ બની છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ઇકઘ તમારી ઘરે ત્રણ ત્રણ વખત આવશે પરંતુ ફોર્મ ઘા કરીને ઇકઘ ગયા બાદ કોઈ ડોકાયા નથી જેને પગલે ફોર્મ ક્યાં અને કોને દેવા એ મતદારોને પ્રશ્ન મુજવી રહ્યો છે.
અમારી જાણ મુજબ છેલ્લે ગાઈડલાઈન આવેલ છે તેમાં કોઈ મતદારોને જો ફોટા ચેન્જ કરવા હોય તો ફોટા લગાડી શકે બાકી જો કોઈ મતદારને ફોટા ચેન્જ કરવા ન હોય તો વગર ફોટાએ પણ ફોર્મ સબમીટ કરવું જે થતું નથી અને ફોટાનો હઠાગ્રહ રાખવામાં આવે છે. એવું અમારી જાણમાં આવેલ છે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તારીખ 4/12 રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ વાઇઝ અને બુથ વાઈઝ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવશે અને મતદારોના નામ ચડાવવામાં આવેલ નહીં હોય કે મતદારોના જે નામ ડીલીટ કરવાના થતા હોય તે નહીં કરવામાં આવેલ હોય તો કોંગ્રેસ દ્વારા લીગલ એક્શન માટે લીગલ અભિપ્રાય મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની જવાબદાર અધિકારીઓ નોંધ લેવી જેથી કરીને કોઈના ખોટા નામ ન આવે અને કોઈ ખોટા નામ ચડી ન જાય કે ડમી નામો નીકળી જાય આ માટે કોંગ્રેસ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સિનિયર લીડરોની જિલ્લા અને શહેર આગેવાનોની વર્ણી પણ એસઆઈઆરની કામગીરીને લઈને કરવામાં આવે છે અને આ કામગીરી ગંભીર રીતે પ્રદેશ કક્ષાએથી નોંધ લેવામાં આવી છે સરકારી તંત્ર દ્વારા મતદારોના નામ બેવડાયા હોય તો તેવા મતદારો અંગે કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા, અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.