For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અત્યાર સુધીમાં આઠ વાર SIRની પ્રક્રિયા કરવામાં આવી

01:13 PM Nov 07, 2025 IST | admin
અત્યાર સુધીમાં આઠ વાર sirની પ્રક્રિયા કરવામાં આવી

Advertisement

બી.એલ.ઓ. દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લઇ મૃતકો, કાયમી સ્થળાંતર કરી ગયેલા અને એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની કરશે ઓળખ

ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી તા.01.01.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ (Special Intensive Revision - SIR) તા.ર8/10/2025 થી શરૂૂ થયેલ છે. બિહારમાં સફળતાપૂર્વક SIRનો પ્રથમ તબકકો પૂર્ણ થયા બાદ 12- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બીજો તબકકો શરૂૂ કરવામાં આવ્યો છે.

Advertisement

ભારતના બંઘારણાના અનુચ્છેદ 326 અનુસાર મતદારની પાત્રતા અન્વયે માહીતગાર કરવામા આવ્યા. જેમાં મતદાર ભારતનો નાગરિક હોવો જોઇએ, ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઇએ, સામાન્ય રીતે મતવિસ્તારનો રહેવાસી હોવો જોઇએ તેમજ કોઈપણ કાયદા હેઠળ ગેરલાયક ઠરેલ ન હોવો જોઇએ.

SIR શા માટે જરૂૂરી છે ? કાયદા મુજબ દરેક ચૂંટણી પહેલા અથવા જરૂૂરિયાત અનુસાર મતદાર યાદીમાં સુધારો કરવો આવશ્યક છે તેમજ રાજકીય પક્ષોએ મતદાર યાદીની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉ5રાંત 1951થી 2004 સુધીમાં 08 વાર SIR પ્રક્રિયા કરવામાં આવી છે. છેલ્લી SIR પ્રક્રિયા 21 વર્ષ પહેલા વર્ષ 2002-2004માં કરવામાં આવી હતી.

વારંવાર સ્થળાંતર, એક કરતાં વધુ સ્થળોએ મતદારોની નોંધણી થવાના લીધે, મૃત મતદારો યાદીમાંથી દૂર ન થવાના લીધે તથા કોઈપણ વિદેશીનો ખોટી રીતે સમાવેશ ન થાય તે માટે મતદાર યાદીમાંઘણા ફેરફાર થયા છે. દરેક વિધાનસભા મતવિસ્તાર માટે એક મતદાર નોંધણી અધિકારી (ERO) છે કે જેઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (જઉખ) કક્ષાના અધિકારી છે, જે કાયદા અનુસાર ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરે છે, દાવાઓ અને વાંધાઓ મેળવે છે અને તેના પર નિર્ણય લે છે, અંતિમ મતદાર યાદી તૈયાર કરીને પ્રકાશિત કરવી જેવા કાર્યો કરે છે. EROના નિર્ણય સામેની પ્રથમ અપીલની સુનાવણી જિલ્લા મેજિસ્ટ્રેટ કરે છે. તેવી જ રીતે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના સીઈઓ ડીએમના નિર્ણય સામેની બીજી અપીલની સુનાવણી કરે છે.

ERO તથા AERO કક્ષાએ કરવાની થતી કામગીરી કે, 27 ઓક્ટોબર 2025 અનુસાર દરેક મતદાર માટે યુનિક એન્યુમરેશન ફોર્મ (Efs- ગણતરી ફોર્મ) પ્રિન્ટ કરશે. જે ગણતરી ફોર્મમાં વર્તમાન મતદાર યાદીમાં સમાવિષ્ટ જરૂૂરી વિગતો હશે.

ઉ5રાંત BLO કક્ષાએ દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવશે, 2002-2004માં યોજાયેલા છેલ્લા SIRમાં મતદારને તેમના નામ અથવા તેમના સંબંધીઓના નામ સાથે મેચ/લિંક કરવામાં મદદ કરશે. જે માટે મતદારોને મેચ કરવા/લિંક કરવા માટે/BLOત અગાઉના SIRનો ઓલ ઈન્ડિયા ડેટાબેઝ (https://voters.eci.gov.in/) પણ ઍક્સેસ કરી શકે છે.

ઉ5રાંત BLOs નવા મતદારના સમાવેશ માટે ફોર્મ 06 અને ઘોષણાપત્ર એકત્ર કરશે, મતદારને EF ભરવામાં મદદ કરશે તથા તેને એકત્ર કરીને ERO/AEROને સબમિટ કરશે તેમજ દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી 3 મુલાકાત લેશે. આ દરમ્યાન મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે. આ કામગીરી દરમ્યાન ગણતરીના તબક્કામાં, EF સાથે અન્ય કોઈ દસ્તાવેજ એકત્રિત કરવાની જરૂૂર નથી.

ERO/ AERO જેમના મત ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે તેવા તમામ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં શામેલ કરશે અને જેમના નામ છેલ્લા SIR સાથે મેળ ખાતા નથી/લિંક કરી શક્યા નથી તેવા તમામ મતદારોને નોટિસ આપશે તથા પાત્રતા ચકાસવા માટે આવા કેસોની સુનાવણી કરશે અને તેમના નામ અંતિમ યાદીમાં સમાવિષ્ટ કરવા કે બાકાત રાખવા અંગેનો નિર્ણય કરશે. આ કામગીરી દરમ્યાન પાત્રતા ધરાવતો કોઈ પણ નાગરિક બાકાત ન રહે અને પાત્રતા ન હોય તેવા કોઈ વ્યક્તિનો સમાવેશ ન થાય તે ખાતરી કરશે. ગણતરી પહેલાનો તબક્કામાં BLOs, EROs અને DEOsની તાલીમ, BLOs દ્વારા મેન્યુઅલ મેચિંગ/છેલ્લા SIR સાથે લિંકિંગ, ECINET દ્વારા કોમ્પ્યુટર મેચિંગ/છેલ્લા SIR સાથે લિંકિંગ જેવી કામગીરી હાથ ઘરવામાં આવશે.

રાજકીય પક્ષોની ભાગીદારી અન્વયે CEO, DEO અને EROત તમામ માન્ય પક્ષોને મળશે અને SIR પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવશે, તમામ માન્ય રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ લેવલ એજન્ટો (ઇકઅત) ની તાલીમ આ5વાની કામગીરી હાથ ઘરવામાં આવશે. તે જણાવવામાં આવ્યુ તેમજ BLAsમતદારો પાસેથી યોગ્ય રીતે ભરાયેલા EFs પણ એકત્રિત કરી શકે છે, 50 EFs/દિવસ સુધી પ્રમાણિત કરી શકે છે અને BLOને સબમિટ કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement