રાજકોટ જિલ્લામાં 5 લાખ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 10 લાખ વોટર્સનું મેપીંગ
રાજકોટ,કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાત સહિત 12 રાજ્યોમા મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઇઆર (S.I.R.) પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. જેને પગલે રાજકોટ જિલ્લામાં પણ બૂથ લેવલ ઓફિસર દ્વારા ડોર-ટુ-ડોર જઈને મતદારોની ચકાસણી કામગીરી શરૂૂ કરવામાં આવી છે.
આ કામગીરીની વિગતો આપવા માટે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના 8 વિધાનસભા વિસ્તારમાં કુલ 23.91 લાખ મતદારો છે. અત્યાર સુધીમાં 5 લાખ જેટલા મતદારોને ફોર્મનું વિતરણ થઈ ગયું છે, અને કાલ સુધીમાં ફોર્મ વિતરણની સમગ્ર કામગીરી પૂર્ણ થઈ જશે.જિલ્લામાં 10 લાખ વોટરની મેપિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકીની કામગીરી એક માસમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે.
જિલ્લામા કુલ 2256 BLO દ્વારા SIR ની કામગીરી કરવામાં આવશે તેમજ 233 જેટલા ઇકઘ સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવી છે.કલેક્ટરે મતદારોએ રજૂ કરવાના દસ્તાવેજો અંગે સ્પષ્ટતા કરી હતી ,આ મતદારોએ ફક્ત 2002ની નામની યાદીની વિગત મૂકવી પડશે. BLO આ કામગીરીમાં સહયોગ કરશે.1 જુલાઈ 1987 થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે જન્મેલા મતદારો આ મતદારોએ પોતાનું પ્રૂફ તેમજ વાલી (માતા કે પિતા) માંથી એકનું પ્રૂફ સાથે લિન્ક કરવાનું રહેશે.2004 બાદના મતદારો આ મતદારોએ પોતાના પ્રૂફની સાથે વાલીનું પ્રૂફ પણ જોડવું પડશે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, આઝાદી પછી દેશમાં આ નવમી વખત મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરાઈ રહી છે. છેલ્લે 2002-04માં આ પ્રક્રિયા યોજાઈ હતી. તેમણે રાજકોટ જિલ્લાના લોકોને આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં પૂરો સહયોગ આપે તેવી અપીલ કરી છે.
