રેસકોર્ષમાં બુધવારે રાત્રે સિંગર સચેત અને પરંપરાની મ્યુઝિકલ નાઇટનું આયોજન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 52-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે તા.19/11/2025, બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ યોજાશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રંગીલા રાજકોટના નગરજનોને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકે તેવા શુભ આશયથી વખતો વખત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ અંતર્ગત તા.19/11/2025, બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે, કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે બોલિવૂડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત બોલિવૂડ મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ તા.14/11/2025ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સ્થળ મુલાકાત કરી હતી. આ સ્થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ઈ.ચા.નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર વી.ડી.ઘોણીયા તેમજ કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવેલ તમામ અધિકારી-કર્મચારીઓ સ્થળ પર હાજર રહેલ. બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત બોલિવુડ મ્યુઝિકલ નાઈટ શહેરીજનો વ્યવસ્થિત માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, લાઈટ્સ, સાઉન્ડ, એલ.ઈ.ડી., સુરક્ષા, પાર્કિંગ વગેરે તમામ બાબતોની પદાધિકારીશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને એજન્સીઓ સાથે કાર્યક્રમના સુચારૂૂ આયોજન માટે જરૂૂરી ચર્ચા કરવામાં આવેલ.