ચાંદી સવા લાખને પાર, સોનું પણ 108000 નજીક
ડોલર સામે રૂપિયો નબળો પડતાં કિંમતી ધાતુના ભાવમાં સતત તેજી, સોનામાં 10 ગ્રામે રૂા.1000નો અને ચાંદીમાં કિલોએ રૂા.2000નો ઉછાળો
અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો થવાના આશાવાદે વૈશ્વિક માર્કેટમાં સોના ચાંદીમાં તેજીનો માહોલ છે ત્યારે આજે ભારતના સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે ખુલ્યા હતા. રૂૂપિયાનું ડોલર સામે ધોવાણ થતા 88.24 ના લેવલ પર ટ્રેડ થઇ રહ્યો છે જેને લીધે રાજકોટમાં હાજરમાં 10 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ રૂૂ.1,07,825 જયારે 1 કિલો સુધી ચાંદીનો ભાવ 1,26,500 પહોંચી ગયો છે.
આજે ઝવેરીબજાર ખૂલતાં જ એમ,.સી.એકસ.ઉપર સોનાના ભાવમાં 10 ગ્રામે રૂા. એક હજારના વધારો થતાં આજે 1 લાખ 7 હજાર 850નો નવો હાઈ જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં પણ આગજરતી તેજી ચાલુ રહી હોય તેમ ચાંદીમાં બજાર ખુલતા જ કિલોએ રૂા.બે હજારનો ભાવ વધારો થતાં ચાંદી અત્યાર સુધીની સૌથી ટોચની 1 લાખ 26 હજાર 500ની સપાટીએ પહોંચી છે.
વૈશ્વિક સ્તરે, આ મહિને યુએસ ફેડરલ રિઝર્વના રેટ કટ પર વેપારીઓએ દાવ લગાવ્યો હોવાથી સોનાનો ભાવ ચાર મહિનાની ટોચે પહોંચ્યો હતો પરંતુ ડોલર સામે રૂૂપિયો તૂટતાં ભારતમાં ભાવવધારાની અસર વધુ જોવા મળી હતી.
ગયા સપ્તાહના યુએસ કોર PCE ફુગાવાના અપેક્ષાઓ સાથે સુસંગત હોવા છતાં, સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલીએ વ્યાજ દરમાં ઘટાડા માટે પોતાનો ટેકો પુનરાવર્તિત કર્યા પછી બજારની ભાવના મજબૂત બની. ઈખઊ CME FedWatch મુજબ, વેપારીઓ હવે સપ્ટેમ્બરમાં 25-બેઝિસ-પોઇન્ટ ઘટાડાની 87% સંભાવના જુએ છે.
યુએસ ડોલરથી વધારાનું દબાણ આવ્યું, જે કોર્ટે મોટાભાગના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા પછી નબળું પડ્યું. આ ચુકાદાથી યુએસ વેપાર નીતિની આસપાસ અનિશ્ચિતતા વધી, જેનાથી સોનાની આકર્ષણમાં વધારો થયો. ભારતમાં, રૂૂપિયાના તીવ્ર ઘટાડાને કારણે સ્થાનિક બુલિયનના ભાવ વૈશ્વિક બેન્ચમાર્ક કરતાં વધુ ઝડપથી વધ્યા, જે ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો.અમેરિકા દ્વારા ભારતીય માલ પર વધુ ટેરિફ લાદવામાં આવ્યા પછી વધતા વેપાર તણાવને કારણે પણ રોકાણકારો કિંમતી ધાતુઓ તરફ વળ્યા.
સેન્સેકસ ફરી 80000ને પાર, શેર બજાર ગ્રીનઝોનમાં
અમેરિકાએ ભારત ઉપર લાદેલા 50% ટેરિફ વચ્ચે ચીનમાં ચાલી રહેલી એસ.સી.ઓ સમિટમાં ભારત-ભીન અને રશિયાની નવી ધરી રચાતા ભારતીય શેર બજારમાં સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો અને સવારે ખુલતા સેન્સેકસ 80 હજારની સપાટી વટાવી 303 અંક વધીને 80101ના લેવલે પહોંચ્યો હતો. જયારે નિફટી પણ લગભગ 100 અંકના વધારા સાથે ખુલી હતી અને 25525ના સ્તરે જોવા મળી હતી. જોકે, શેરબજારમાં કારોબારીઓ સાવચેતી પૂર્વક ટ્રેડિંગ કરી રહ્યા છે.