ઉપલેટાના મોટી પાનેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી
બોટાદના પીડિત ખેડૂતોના સમર્થનમાં કાળી પટ્ટી બાંધી આક્રોશ વ્યક્ત કર્યો
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ ખુબ ગાવાયેલ બોટાદ પ્રકરણ ખેડૂતો ઉપર પોલીસ ના દમનકારી વ્યવહાર સામે સૌરાષ્ટ્ર ભરમાં ઘેરા પ્રત્યાંઘાત પડ્યા છે ખાસ કરીને ખેડૂતો માં સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને ખેડૂતો પરના હત્યાચાર ની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આજરોજ મોટી પાનેલીમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના પીડિત ખેડૂતોના સમર્થનમાં અત્રેના લીમડા ચોક થી મુખ્ય બજારોમાં ફરી એક મૌનરેલી નુ આયોજન કરવામાં આવેલ જેમાં કાર્યકર્તા ઓ એ પોલીસ અને સરકારના દમનકારી વલણ સામે કાલી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શિત કરેલ સાથેજ સરકાર અને પોલીસ સામે પાર્ટીના સિનિયર કાર્યકર્તા ડી. કે. ક્લોલા સાહેબ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે ગુજરાત ની પ્રજાએ અને ખેડૂતો એ ભાજપ સરકારને ખોબલે ખોબલે મત આપી પ્રજાના કલ્યાણ માટે અને ખેડૂતોના હિત માટે ગાંધીનગર માં બેસાડ્યા છે.
ત્યારે આજે આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી ખેડૂતો ઉપર ગુંડાઓ ની જેમ તૂટી પડી દમનકારી વર્તન કરી ખેડૂતોના સ્વમાન ઉપર ખુટારો ઘાત કર્યો છે જે ખેડૂતો ની પેઢીઓ માં ક્યારેય કોઈ અનેતિક કાર્ય કરેલ ના હોય પોલીસ સાથે કોઈ પાનારો રહ્યો ના હોય તેવા ખેડૂતો ઉપર અત્યાચાર કરી ખેડૂતોના સ્વમાન ભંગ કરી ખેડૂતોના સ્વમાન ની નિર્લજ હત્યા કરી છે ખેડૂત વિરોધી આ ભ્રસ્ટાચારી સરકાર ને આગામી સમયમાં ખેડૂતોની તાકાત જોવા મળશે પ્રજાએ આ સરકારના આવા ભ્રષ્ટ અને દમનકારી કૃત્યો ને યાદ રાખવા જોઈએ અને આગામી ચૂંટણી ઓ માં ખેડૂતો ની તાકાત શુ છે એ બતાવવું જોઈએ. મૌનરેલીમાં ડી. કે. ક્લોલા સાહેબ સાથે વિજયભાઈ ભાલોડીયા સુખાભાઈ ગીરીશભાઈ નરેશભાઈ ફકીરભાઈ વગેરે કાર્યકર્તા જોડાયા હતા.