મોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશ
મોરોક્કોમાં કૂતરાઓના સંહારના વિરોધમાં અમદાવાદમાં ક્રાંતિકારી જૈન સંત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો, આ ઉપરાંત તપોવન યુથ એલુમ્ની ગ્રુપ (TYAG) ના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી હિમાંશુ શાહે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરીને આ મુદ્દાને વૈશ્વિક મંચ પર લઈ ગયા.
તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ મોરોક્કોમાં કૂતરાઓના સંહાર વિરુદ્ધ એક અભૂતપૂર્વ અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કર્યું. બાળકોએ પોતાના હાથમાં બેનરો અને હૃદયમાં કરુણા સાથે મોરોક્કો સરકારને FIFA 2030 પહેલાં 30 લાખ રખડતા કૂતરાઓના સંહારની યોજના રદ કરવા માટે અપીલ કરી. આ પ્રદર્શનમાં બાળકોએ ગીતો, કવિતાઓ, નાટકો અને ભાષણો દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કૂતરાઓ પ્રત્યેની સંવેદના દર્શાવી.
બાળકોએ કૂતરાઓને બચાવો, સંહાર બંધ કરો જેવા સૂત્રો લખેલા બેનરો અને પોસ્ટરો તૈયાર કર્યા. કેટલાક બાળકોએ તો વિશેષ રૂૂપમાં પણ વેશપરિધાન કર્યું હતું. તેમના ભાવનાત્મક ભાષણો, ગીતો, કવિતાઓ અને નાટ્ય પ્રસ્તુતિ દ્વારા તેમણે સૌને મોરોક્કોમાં થઈ રહેલા અત્યાચારોથી વાકેફ કર્યા. કૂતરાઓને બચાવો, સંહાર બંધ કરો, મોરોક્કો શરમાઓ જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. જેના કારણે મોટી સંખ્યામાં લોકોમાં જાગૃતિ ફેલાઈ. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ પ્રદર્શન અંગે પોતાનો ટેકો વ્યક્ત કર્યો. લોકોને eMail, Tweet અને oical media પર પોસ્ટના માધ્યમેં પોતાની લાગણી પહુંચાડવા અનુરોધ કર્યો હતો.