જામનગરની સિવિલમાં સિકલસેલ પીડિત તબીબનું ડેન્ગ્યુથી મોત
01:03 PM Aug 20, 2025 IST | Bhumika
જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિ વચ્ચે જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર વિશાલ અંસારીનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
Advertisement
ઈડર પંથકના વતની ડો. વિશાલ અંસારી સિકલસેલ રોગથી પણ પીડિત હતા. આ લોહી સંબંધિત બીમારી હિમોગ્લોબિનના પ્રમાણને અસર કરે છે. અગાઉ બે વખત સિકલસેલને કારણે તેમને સારવાર લેવી પડી હતી.
તાજેતરમાં તેમને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હતો. સારવાર ચાલુ હતી ત્યારે તેમનું દુખદ અવસાન થયું છે. આ ઘટનાથી તબીબી જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઈડર વિસ્તારમાં સિકલસેલ રોગનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે છે.
Advertisement
Advertisement