શહેર ભાજપ પ્રમુખપદ માટે દોશી સામે શુક્લ જૂથનું લોબિંગ
સંકલનમાં 19માંથી સાંસદ સહિત પાંચ ગેરહાજર, બાકીનાએ વ્યક્તિગત રજૂઆત કરી
સંકલનની બેઠક બાદ બે કલાક બબાલ ચાલી, ચૂંટણી અધિકારીએ નિયમો યાદ કરાવ્યા
ગુજરાતમાં શનિવારે સાંજ સુધી રાજયના 33 જિલ્લા અને 8 મહાનગરમાં ભાજપના પ્રમુખોની નિમણુંકો માટે ફોર્મ ભરવાથી માંડી સંકલન સમિતિની બેઠકમાં ફોર્મની સ્ક્રુનીટી કરવા સહીતની પ્રક્રીયા પૂર્ણ થતા આજે સવારે જે તે જિલ્લા મહાનગરના ચુંટણી અધિકારીઓએ દાવેદારોનું લીસ્ટ પ્રદેશ ભાજપ કાર્યાલયમાં સોંપી દેતા તા.10 જાન્યુઆરી સુધીમાં શહેર જિલ્લા ભાજપના પ્રમુખોના નામો તબક્કાવાર જાહેર કરવામાં આવનાર છે.
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખો માટ પણ પ્રક્રીયા હાથ ધરાઇ હતી તમાં શનિવારે શહેર ભાજપ પ્રમુખ પદ માટે 29 અને જિલ્લા પ્રમુખ માટે 23 દાવેદારોએ ફોર્મ ભયાં હતા. આ ભરાયેલા ફોર્મની સ્ક્રુટીની માટે રવિવારે ભાજપ સંકલનની બેઠક યોજાઇ હતી અને તેમાં તમામ ફોર્મ માન્ય રાખી આગળની પ્રક્રીયા માટે આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં નિરિક્ષકો દ્વારા રજુ કરી દેવામાં આવ્યા છે.
જો કે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદના ફોર્મની ચકાસણી સમયે સંકલનની બેઠકમાં રાજકીય ડ્રામા શરૂ થયો હતો અને ભાજપના પ્રમુખ પદ માટે કશ્યપ શુકલ તરફે રજુઆત માટે આગેવાનોનું ટોળુ ધસી આવ્યું હતું. તો મુકેશ દોશીને રીપીટ કરવા મહીલા મોરચાએ રજુઆત કરી હતી.
સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશમાંથી આવેલ ચુંટણી અધિકારીઓ ઉપરાંત બે સાંસદ, 4 ધારાસભ્યો, મહામંત્રીઓ, પુર્વ પ્રમુખ- મહામંત્રીઓ સહીત 19 આગેવાનો અપેક્ષીત હતા તેમાંથી સાંસદ રૂપાલાની તબીયત નાદુરસ્ત હોવાથી હાજર રહેલ નહીં જયારે પુર્વ પ્રમુખ કમલેશ મિરાણીને ભાવનગરની જવાબદારી હોવાથી ગેરહાજર રહેલ તો વર્તમાન પ્રમુખ મુકેશ દોશી, પુર્વ મેયર બીનાબેન આચાર્ય તથા મહામંત્રી અશ્વિન મોલીયાઅ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યા હોવાથી નિયમ મુજબ બેઠકમાંથી બહાર રખાયા હતા.
સંકલનની બેઠક દરમિયાન સંકલન સમિતિના જ અમુક સભ્યોએ પ્રમુખ પદની પસંદગી મામલે અંગત રજુઆત કરવાની લાગણી વ્યકત કરતા ચુંટણી અધિકારી મયંક નાયક અને માયાબેન કોડનાણીએ સંકલન સમિતિના એક એક સભ્યને વ્યકિતગત સાંભળ્યા હતા અને તેમની લાગણી પ્રદેશમાં પહોંચાડવાની ખાતરી આપી હતી.
બીજી તરફ સંકલન સમિતિની બેઠક પુર્ણ થયા બાદ અમુક કોર્પોરેટરો સહીત 22 જેટલા આગેવાનોનું ટોળુ ભાજપ કાર્યાલયે ધસી ગયું હતુ અને કશ્યપ શુકલને પ્રમુખ બનાવવા લોબીંગ કરતા ચુંટણી અધિકારી મયંક નાયકે એક જ પરિવારમાં એક હોદાનો નિયમ અને કશ્યપ શુકલને પક્ષમાંથી એક વખત સસ્પેન્ડ કરાયા હોવાનું યાદ કાવી ટોળાન વળાવી દીધું હતું.
જયારે આ અંગે વાત ફેલાતા ભાજપ મહીલા મોરચાનું ટોળુ પણ કાર્યાલયે ધસી ગયું હતું અને મુકેશ દોશીન રિપીટ કરવા રજુઆત કરી હતી. લગભગ બે કલાક સુધી આ લોબીંગની બબાલ ચાલી હતી. જો કે ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ફોર્મ ભરાઇ ગયા બાદ માત્ર સંકલન સમિતિના સભ્યો જ રજુઆત કરી શકે છે.
જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે પ્રદેશ સુધી લોબિંગ થયાની ચર્ચા
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 24 ઉમેદવારોની દાવેદારી બાદ જુથવાદ સ્પષ્ટ જોવા મળેલો હતો. શનિવારે પ્રક્રીયા પુર્ણ થયા બાદ રવિવારી રાત્રીથી મીટીંગોના દૌર શરૂ કરી બન્ને જુથના દાવેદારોએ પ્રદેશ સુધી લોબીંગ કર્યાનું જાણવા મળેલ છે. પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાને રિપીટ કરવાની માંગ સાથ એક જુથ દ્વારા ગાંધીનગર સુધી લોબીંગ કર્યાનું સામે આવ્યું છે. જયારે સામા પક્ષે હરીફ જુથ દ્વારા ઢોલરીયા વિરૂધ્ધ પુરાવાઓ સાથેની રજુઆતનો મારો ચલાવ્યો હોવાની ચર્ચા જાગી છે. જેમાં ભાજપ પ્રમુખની વાત-ચીતનો એક કોલ રેકોર્ડનો તેમની વિરૂધ્ધનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે. આથી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની દાવેદારીમાં જુથવાદ સપાટી ઉપર આવતા બન્ને પક્ષ તરફથી પ્રદેશ સુધી ભારે લોબીંગ થયાની ચર્ચા જાગી છે.