પુષ્કરધામ પાસેથી 2.13 લાખના ડ્રગ્સ સાથે શુકલા કોલેજનો છાત્ર પકડાયો
એસ.ઓ.જી.એભવાનીનગર-2ના ખુણેથી ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની અને એચ.એન.શુકલા કોલેજના છાત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણની રૂૂ.2.13 લાખની કિમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લઈ રૂૂ.2.78 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પકડાયેલ અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણ અને તેનો મિત્ર રાજકોટનો દક્ષરાજ જાડેજા મળી બન્ને મહારાષ્ટ્રથી આ ડ્રગ્સ નો જથ્થો રાજકોટ લાવ્યાનું તપાસમાં ખુલ્યું છે.પકડાયેલ છાત્ર અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણ અગાઉ ચાર વાર મહારાષ્ટ્રથી ખેપ મારી ચુકેયો છે અને પાંચમી વખત મિત્ર દક્ષરાજ સાથે ખેપ મારીને આવ્યો ત્યારે એસઓજીના હાથે ઝડપાઈ ગયો હતો.
પકડાયેલ અને એચ.એન.શુકલા કોલેજના છાત્ર અંશુ ચૌહાણએ નામચીન ડ્રગ્સ સપ્લાયર ઉમંગ ભૂતનો સાગરિત છે. યુનિર્વસિટી રોડ પર શહિદ ભગતસિંહ ગાર્ડન આસપાસ ઉમંગ ડ્રગ્સ વેચતો હોય પાસે અગાઉ પોલીસે દરોડો પાડી ઉમંગ ગોવિંદ ભૂત અને જામનગર રોડ પર બજરંગવાડી પાસે રહેતા જલાલ તાલબ કાદરીને ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા ભવાનીનગર- રના ખુણેથી ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની અને એચ.એન.શુકલા કોલેજના છાત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણને બાતમી આધારે નંબર પ્લેટ વિનાના એક્સેસ મોટરસાયકલ સાથે સકંજા માં લઇ તપાસ કરતા તેની પાસે રહેલા થેલાની તપાસ કરતા 21.35 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મૂળ આઝમગઢના અને હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી એસઓજીની ટીમે રૂૂ.2.78.500ના મુદામાલ કબજે કર્યો હતો.
એચ.એન.શુકલા કોલેજના છાત્ર અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણની અંશુ ચૌહાણની પૂછતાછ કરતા તે મિત્ર દક્ષરાજ જાડેજા સાથે આ ડ્રગ્સ મહારાષ્ટ્રથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. અગાઉ ચાર વાર એમડી ડ્રગ્સ રાજકોટ લાવ્યો હતો અને જથ્થો છુટક પડીકી બનાવી વેચાણ કરતો હોય તે પાંચમી વખત ખેપ મારી રાજકોટ આવ્યો હતો. એસઓજીની ટીમે અંશુની રિમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી મિત્ર દક્ષરાજ જાડેજાની શોધખોળ શરુ કરી છે.તેમજ મુખ્ય સુત્રધારનું પગેરૂૂ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ડીસીપી કાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી ભરત બી. બસીયાની સુચનાથી એસ.ઓ.જી.ના પી.આઈ એસ.એમ.જાડેજા ની રાહબરીમાં પી.એસ.આઇ એમ.બી.માજીરાણા તથા એ.એસ.આઇ. ધર્મેશભાઈ ખેર તથા પો.હેડ.કોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા તથા મૌલિકભાઇ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહીલ તથા ફિરોજભાઈ રાઠોડ તથા અરૂૂણભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. હાર્દીકસિંહ પરમાર તથા હરદેવસિંહ વાળા તથા મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા તથા ડ્રા.એ.એસ.આઈ. કૃષ્ણસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.તેમજ આ ડ્રગ્સનું પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી કે.એમ.તાવીયાએ અભિપ્રાય આપ્યો હતો.