દ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજન
12:05 PM Dec 04, 2025 IST
|
Bhumika
Advertisement
સમુદ્રની અંદર આધ્યાત્મિક તિલક સ્વરૂપે ફલોટીંગ લોગોની કરાશે અદ્ભુત રચના
Advertisement
સમુદ્રમાં ડૂબી ગયેલ વૈશ્વિક રાજધાની સ્વરૂૂપની દ્વારકા નગરીની મહત્તા ઉજાગર કરવાના વૈશ્વિક પ્રયાસરૂૂપે સાઉથ ઈન્ડિયાના રવિન્દ્રજીથ દ્વારા જય દ્વારકા કેમ્પેઈન ચલાવવામાં આવી રહયુ છે. જય દ્વારકા કેમ્પેઈનની ઓફીશીયલ વેબસાઈટ પરથી મળતી માહિતી અનુસાર ગત વર્ષે જલા જપા દિક્ષા કાર્યક્રમના સફળ આયોજન બાદ આ વર્ષે પણ આગામી ર1મી ડિસેમ્બર, ર0રપના રોજ દ્વારકાના બીચ વિસ્તારમાં શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0 અંતર્ગત સમુદ્રના જલપ્રવાહની અંદર સેંકડો તરવૈયાઓ દ્વારા શ્રીકૃષ્ણના મુખારવિંદ પર ચમકતા ગરૂૂડ સ્વરૂૂપના આધ્યાત્મિક તિલક સ્વરૂૂપનો ફલોટીંગ લોગોની રચના કરવાની નેમ છે. આ કેમ્પેઈન સફળ થયે સમુદ્ર મધ્યે આધ્યાત્મિક તિલક સ્વરૂૂપનો ફલોટીંગ લોગો એક વિશિષ્ટ અને અલાયદી કૃતિ તરીકે વિશ્વફલક પર અંકિત થશે.
Next Article
Advertisement