For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં મેઘરાજાએ વિરામ લેતાં શ્રાવણી મેળાનો પુન: પ્રારંભ

12:03 PM Sep 02, 2024 IST | Bhumika
શહેરમાં મેઘરાજાએ વિરામ લેતાં શ્રાવણી મેળાનો પુન  પ્રારંભ
Advertisement

મશીન મનોરંજનની રાઈડના સંચાલકોએ મેળો આગળ ચલાવવાની મંજૂરી માંગતાં તંત્રએ મંજૂરી આપી

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂૂ થઈ ગયો છે, અને મશીન મનોરંજન ની રાઈડ ચાલુ કરવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકોને મેળા નું મનોરંજન મળતું થયું છે. જોકે ખાણી પીણી ના સ્ટોલ, આઈસ્ક્રીમ બુથ અને રમકડા સ્ટોલ વગેરેના સંચાલકોએ મેળા રદ કરીને પોતાની ડિપોઝિટ પરત માગી છે.

Advertisement

જામનગરના પ્રદર્શન મેદાનમાં 20 ઓગસ્ટ થી શ્રાવણી મેળાનો જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રારંભ કરાયો હતો, પરંતુ સાતમના દિવસથી જ વરસાદ શરૂૂ થઈ જતાં મેળો બંધ કરાવી દેવાયો હતો. પરંતુ ગઈકાલથી મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ રાખી લેતાં આજથી મેળા નો પુન: પ્રારંભ કરાયો છે, અને મશીન મનોરંજન ની રાઈડ ચાલુ થઈ ગઈ છે, અને લોકો પણ મેળાનો આનંદ માણવા માટે પહોંચી ગયા છે.

એક તબક્કે મેળાનું આયોજન મુલતવી રાખવાનું નક્કી થયું હતું, અને આઇસ્ક્રીમના સ્ટોલ, રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના સ્ટોલ વગેરેના ધંધાર્થીઓએ પોતાનું આયોજન રદ કરીને ડિપોઝિટ ની રકમ પરત માગી હતી. જેઓ સાથે આજે ફરીથી વાટાઘાટો કરવામાં આવી હતી, અને તેઓ ફરીથી પોતાના સ્ટોલ ચાલુ કરવા માટે સહમત ન હોવાથી તેઓનું આયોજન રદ કરીને મહાનગરપાલિકા દ્વારા રકમ પરત અપાશે. જ્યારે મશીન મનોરંજનની રાઈડ પૂરતો મેળો ચાલુ રાખવામાં આવ્યો છે. જે ની મદદ ત્રણ સપ્ટેમ્બર સુધીની હતી, પરંતુ મુખ્ય તહેવારના દિવસોમાં મેળો બંધ રહ્યો હોવાથી તેઓની મુદ્દતમાં વધારો કરી દેવાયો છે, અને 11 સપ્ટેમ્બર અથવા 15 સપ્ટેમ્બર સુધી મેળાની મુદ્દત લંબાવી દેવામાં આવે તેવી પ્રક્રિયાઓ ચાલી રહી છે. ત્યારે રંગમતી નદીના મેળા નું આયોજન સંપૂર્ણ પણે રદ કરી નાખવામાં આવ્યું છે.

શ્રાવણી મેળામાં લુખ્ખાઓનો આતંક, લોકોની સલામતી જોખમમાં, પોલીસની ગેરહાજરી ચિંતાજનક


જામનગરમા પ્રદર્શન મેદાન ખાતે પ્રતિષ્ઠિત શ્રાવણી મેળો આ વર્ષે અનિચ્છનીય ઘટનાઓના કેન્દ્રમાં આવી ગયો છે, મેળાના મધ્યમાં અવારનવાર થતી બબાલોએ શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડી છે. ખાસ કરીને, શનિવાર અને રવિવારના રોજ લુખ્ખા તત્વોએ મેળામાં આતંક મચાવી દીધો હતો. લોકમેળામા લુખ્ખા તત્વો દ્વારા અવારનવાર બબાલ કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય લોકો ભયભીત છે. સિક્યુરિટીના પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ન હોવાથી લુખ્ખાઓ બેફામ બનીને અનરાધાર હુમલાઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, મેળામાં આવતા લોકોની સલામતી જોખમમાં મુકાઈ છે. લોકોને ડર લાગી રહ્યો છે કે ક્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને. શહેરના લોકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મેળો માણવા આવતા લોકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આ બંને દિવસો દરમિયાન બબાલની ઘટનાઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થાનો ભારે અભાવ જોવા મળ્યો હતો. આ ઝઘડાઓ દરમિયાન પોલીસની ગેરહાજરી ચિંતાજનક છે. લોકો દ્વારા પોલીસ ફરિયાદો નોંધાવવા છતાં, લોકમેળામાં પોલીસનો કોઈ પત્તો ન મળતો હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement