રીંગણા લઉં બે ચાર?... રે...વા દયો 120ના કિલો છે!
શાકભાજીના રાજા રીંગણાના ભાવો આસમાને, ભાવનગર યાર્ડમાં હરરાજીમાં ભાવ રૂા. 1800 પ્રતિ મણે પહોંચ્યા
શાક બકાલુ હોય કે કોઈપણ ખેત જણસ તેના ભાવ હંમેશા માગ અને પૂરવઠા ને આધિન રહે છે.એક સમયે રૂૂ.5 ના કિલો હોલસેલ ભાવે તળાજા માર્કેટિંગ યાર્ડ માં થતી હરાજી મા જતા હતા એ આજે અધધ...કહી શકાય તેવા રૂૂ.90 ના ભાવે જાય છે.એજ રીંગણા છૂટક માર્કેટ મા રૂૂ.110 થી 120 ના ભાવે વેચાય છે.તેમ છતાંય છૂટક વેચનાર ને રીંગણા સસ્તા હોય તે સમયે જે નફો મળે છે તે મળતો નથી.
તળાજા પંથક એ શાકભાજી નું પીઠું ગણાય છે.અહીંના ખેડૂતો રોકડીયા પાક તરીકે બકાલુ કરતા હોય છે.વાડી ના શેઢે વેલા વાળા શાક ખાસ કરીને ચોમાસા દરમિયાન કરતા હોય છે તો થોડી જમીન રાખીને પોતાના પરિવાર અને વેચવા માટે શાકભાજી કરતા હોય છે જેથી રોજિંદો આર્થિક વ્યવહાર ટકાવી શકાય.આમેય રીંગણા રસોડા નો રાજા કહેવાય છે ખાસ કરીને મોટો જમણવાર હોય,ઊંધિયું બનાવવામાં આવે તે સમયે રીંગણા શાકમાં ફરજિયાત નાખવામાં આવે છે.
જેમાં હાલ જે ખેડૂત ના રીંગણા નીકળે છે તેને ચાંદી થઈ પડી છે. છેલ્લા એક અઠવાડિયાથી રીંગણા ની બજાર સળગી છે.શાક માર્કેટમાં છૂટક ભાવ કિલોના 120 છે કિલો સાથે લેવા વાળા ને 110 રૂૂપિયામાં પણ આપી દેછે.તેની સામે આજે યાર્ડમાં હોલસેલ ભાવ રૂૂ.73 થી 90 સુધી થયા હતા. એકમણ ના 1800 રૂૂપિયે રીંગણા વેચાયા હતા.જેને લઈ માલ ઓછો હોવા છતાંય બિલ મોટું બનતા દલાલો ને પણ ફાયદો થઈ રહ્યો છે.જોકે છૂટક વેચવા વાળા ને નફા નું ધોરણ ઘટી જાય છે.હાલ શ્રાધ પક્ષ ચાલતો હોય જમણવાર ના કારણે રીંગણા ફરજિયાત સમજી લઈ જાય છે તેની પણ અસર જોવા મળે છે.
હોલસેલ માર્કેટમાં જ આવક 50% કરતાં ય ઓછી
તળાજા ના રીંગણા ભાવનગર જિલ્લા મા વખણાય છે.રીંગણા ની બજાર એકદમ ઊંચકાઈ છે તેના કારણમાં ડી.કે પેઢીના સોયાબખાન પઠાણ એ જણાવ્યું હતુકે હાલ રીંગણા સહિત તમામ શાકભાજી ની આવક પચાસ ટકા ઓછી છે.ઉઘાડ નીકળશે તેમ બકાલુ વધુ ઊતરશે એટલે ભાવ આપોઆપ ઘટી જશે.